Gujarat

માંડવી બીચ પર પેરાગ્લાઈડિંગ પરથી યુવાન નીચે પટકાયો

માંડવી
ભુજના સંજાેગનગરમાં રહેતો યુવાન માંડવી બીચ પર ફરવા ગયો હતો ત્યાં પેરાગ્લાડિંગની ગાડીમાં બેસીને ઉડાન કરી રહ્યો હતો ત્યારે ચાલકની બેદરકારીને કારણે ૨૫ ફૂટથી નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થયો હતો. ગાડીચાલક વિરુદ્ધ ૪ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. માંડવી પોલીસ મથકમાં ભુજના તારીફ સલીમ બલોચ (ઉં.વ.૨૩)એ માંડવી બીચ પર પેરાગ્લાડિંગની ગાડી ચલાવતાં બ્લૂસ્ટાર વોટર પેરાશૂટના ગાડીચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગાડીચાલકે ૨૫ ફૂટ ઊંચે પેરાશૂટ ઉડાડીને અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરી દેતાં કોઇ સેફટીના સાધન ન હોવાને કારણે ફરિયાદી ઊંચેથી નીચે પટકાયો હતો, જેને કારણે તેને કમરના ભાગે ઇજા પહોંચી હતી. અત્રે ઉલેગનીય છે.કે પેરાશૂટ બંધ કરવા કચ્છ કલેકટરે માંડવી પોલીસને ગત ૧૩ નવેમ્બર ૨૦૨૧ના લેખિત આદેશ આપ્યો હતો. તેમ છતાં માંડવી પોલીસે કોઇ જ દરકાર ન કરી જેને કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટના સામે આવતાં પોલીસે આરોપી ગાડીચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

The-young-man-from-Bhuj-fell-down-from-a-height-of-25-feet.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *