સુરત
વિશ્વમાં સૌથી મૂલ્યવાન દાન હોય તો એ છે અંગદાન. જેનાથી અનેક વ્યક્તિઓને નવું જીવન મળે છે. પીડિત પરિવાર પોતાના સ્વજન ને હયાત રાખી શકે છે. અમારા સ્વજનનું રોડ અકસ્માત બાદ સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થઈ ગયું હતું. ડોક્ટરોની સલાહ સુચન બાદ પરિવારે એમના અંગોનું દાન કરવાનો ર્નિણય લીધો છે. બસ લોકોમાં જાગૃતતા લાવવા દરેક ભારતીય આગળ આવવાની જરૂર છે. મૃતદેહ પહેલાના અંગોનું દાન અનેકને જીવન આપી શકે છે. એટલું જ નહીં, પણ આપણે આપણા સ્વજનને બીજાના શરીરમાં હયાત જાેઈ શકીએ એના કરતાં મોટી ખુશી બીજી કોઈના હોઈ શકે. રૂતંભરા મહેતા (ડીન, સરકારી મેડિકલ કોલેજ સુરત) એ જણાવ્યું હતું કે, લગભગ ૧૨ કલાક પહેલાં જ મંજૂરી મળી અને એક પરિવાર અંગદાન આપવા તૈયાર થઈ ગયો. આનંદ એ વાતનો છે કે, લોકોમાં જાગૃતતા આવી રહી છે. હું આ પરિવારનો આભાર વ્યક્ત કરીશ. જેમણે અંગદાન કરી અનેકના જીવ બચાવ્યા છે.અંગદાન જીવનદાનના સૂત્ર સાથે સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઇઝેશન ગુજરાત દ્વારા સુરત સિવિલ હોસ્પિટલને પણ ઓર્ગન ડોનેટની મંજૂરી મળી છે. સિવિલના ડોક્ટરોએ કહ્યું હતું કે, આ ખૂબ જ મોટી સિદ્ધિ અને ખુશીની વાત છે. બ્રેઇન ડેડ અને હૃદય રોગના ગરીબ દર્દીઓના અંગદાન હવે સરળતાથી કરી અનેકને બચાવવામાં મદદરૂપ થઇ શકીશું. એટલું જ નહીં પણ માંડવીના એક બ્રેઇન ડેડ વૃદ્ધના અંગોનું આજે પ્રથમ દાન કરાયું છે.
