નડિયાદ
રાજસ્થાનના ઝાલોર જિલ્લાના જસ્વંતપુરા તાલુકાના સાવીધર ગામના ૩૭ વર્ષિય ભગવાનરામ વજરામજી ચૌધરી પોતે મોબાઈલની દુકાન ચલાવે છે. ગત ૧૨મી જાન્યુઆરીના રોજ તેઓ કર્ણાટકના ઉડપી રેલવે સ્ટેશનથી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં બેસી અમદાવાદ આવતાં હતા. ભગવાનરામ આ ટ્રેનના કોચ નં. એસ/૨ના સીટ નં. ૧ પર બેસી મુસાફરી કરી રહ્યાં હતા. જેમાં રાત્રિનો સમય હોવાથી તેઓ પોતાની સીટ પર સૂઈ ગયા હતા. જાેકે તે પહેલા ભગવાનરામે પોતાની સાથે લાવેલી એક મિલિટરી કલરની બેગ સીટના નીચેના ભાગે મૂકી હતી. આ ટ્રેન વહેલી સવારે નડિયાદ રેલવે સ્ટેશને આવી હતી. જેના થોડા સમય પહેલા ભગવાનરામ ઊંઘમાંથી જાગ્યા હતા અને પોતાની સીટ નીચે જાેતાં આ મિલિટરી કલરની બેગ હાજર નહોતી. તેથી ચિંતાતુર બનેલા ભગવાનરામે ટ્રેનમાં તપાસ આદરી હતી પરંતુ બેગની કોઈ ભાળ નહોતી મળી આવી. આથી આ સંદર્ભે ભગવાનરામે નડિયાદ રેલવે પોલીસ મથકે આવી આજે બુધવારે ફરિયાદ આપતાં પોલીસે તેમની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે કોઈ અજાણ્યો ચોર ઈસમ તેમની ઊંઘનો લાભ લઈ નડિયાદ આવે તે પહેલા બેગની ચોરી કરી પલાયન થઈ ગયો છે. તો આ બેગમાં એક દોઢ તોલાની સોનાની ચેઇન, મોબાઈલ ફોન, પાવર બેન્ક, રોકડ રૂપિયા સહિત પરચુરણ સામાન જેની કુલ કિંમત રૂપિયા ૧ લાખ ૩૫ હજાર ૩૫૦ના મુદ્દામાલની ચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં કર્ણાટકથી અમદાવાદ આવી રહેલા ધંધાર્થીની બેગની નડિયાદ પાસે ચાલુ ટ્રેનમાંથી કોઈ વ્યક્તિએ ઉઠાંતરી કરી હતી. મુસાફરની ઊંઘનો લાભ લઈ અજાણ્યો વ્યક્તિ રોકડ રૂપિયા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૧.૩૫ લાખના મત્તાના બેગની ચોરી કરી છૂ થયો હતો. આ બનાવ સંદર્ભે મુસાફરે નડિયાદ રેલવે પોલીસ મથકે આવી આજે બુધવારે ફરિયાદ નોંધાવી હતી.
