પાટણ
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ પોતાની પાર્ટીને મજબુત બનાવવાની કામગીરીમાં પરોવાઈ છે. ત્યારે બુધવારના રોજ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર અને પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ કિંજલબેન પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા. ઉપસ્થિત ભાજપ આગેવાનો દ્વારા તેમને કેસરીયો ખેસ પહેરાવી પાર્ટીમાં જાેડાવા બદલ આવકારવામાં હતા. કિંજલબેન પ્રજાપતિની સાથે સાથે ભાવનાબેન પ્રજાપતિ પણ ભાજપમાં જાેડાયા હોવાથી બંન્ને મહિલાઓને ભારતીય જનતા પાર્ટીમાં જાેડાવા બદલ આવકારી પાર્ટીની કાર્યપ્રણાલીથી વાકેફ કરી પાર્ટીનાં કામમાં લાગી જવા હાકલ કરવામાં આવી હતી.


