મકસુદ કારીગર,કઠલાલ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ખાતે તા.૧૭/૦૧/૨૦૨૨ના રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલ અને મતદાર સાક્ષરતા ક્લબ દ્વારા કોલેજના સપ્તધારા પૈકી જ્ઞાનધારા અંતર્ગત ચૂંટણી અને પ્રતિનિધિત્વ યુક્ત લોકશાહીને લગતા વિષય પર નિબંધલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડૉ. સુરેશ ગઢવીએ પ્રાસંગિક ઉદબોધન કરતા વિદ્યાર્થીઓમાં ચૂંટણીની જાગૃતિ આવે તેની ચર્ચા કરી હતી. જેમાં ભારતમાં ચૂંટણીપંચનું મહત્વ, નોટા, મતદારોને મતદાન કરવા અંગેની પ્રેરણા વિષયો પર નિબંધલેખન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાને અંતે શ્રેષ્ઠ નિબંધ લખનાર વિદ્યાર્થીઓને નંબર આપ્યા હતા. જેમાં પ્રથમ ભાવિકા અજીતસિંહ ડાભી (સેમ ૬), દ્વિતીય ક્રમાંકે સુરેશકુમાર રાવજીભાઈ ડાભી (સેમ ૬), સુરપાલસિંહ પ્રતાપસિંહ રાઠોડ (સેમ ૬)એ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ.સુરેશ ગઢવી, સપ્તાધારારના કૉ-ઓર્ડીનેટર ડૉ.અભિષેક દરજી તથા મતદાર સાક્ષરતા ક્લબના અધિકારી, સભ્યો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રસ્તુત કાર્યક્રમ ડૉ.સુરેશ ગઢવીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમની આભારવિધિ પ્રા.ભરતભાઈ પટેલે કરી હતી.


