Gujarat

કીનારા ગ્રામ પંચાયતના નવા ચુંટાયેલા સરપંચ તરીકે મેરૂભા પરમારે વિધિવત ચાર્જ સંભાળ્યો

રસીકભાઈ બચુભાઈ ભાલાળાને કીનારા ગ્રામ પંચાયતના ઉપ.સરપંચ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા…
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કીનારા ગ્રામ પંચાયતની ચુંટણી માં સરપંચ તરીકે મેરૂભા બચુભા પરમાર નો ભવ્ય વિજય થયો હતો જેમાં આજરોજ કીનારા ગ્રામ પંચાયત ખાતે નાયબ તાલુકા વિકાસ અધિકારી રોનક પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી જેમાં સરપંચ તરીકે મેરૂભા બચુભા પરમારે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.જ્યારે ઉપ.સરપંચ તરીકે એક માત્ર ઉમેદવારી ફોર્મ રસીકભાઈ બચુભાઈ ભાલાળા એ ભરતા રસીકભાઈ ભાલાળા ને કીનારા ગ્રામ પંચાયતના ઉપ.સરપંચ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યામાં આવ્યા હતા.નવા સરપંચ મેરૂભા બચુભા પરમાર તથા ઉપ.સરપંચ રસીકભાઈ બચુભાઈ પરમાર તથા નવા ચુંટાયેલા કીનારા ગ્રામ પંચાયતના સદસ્યો ને હાજર આગેવાનો તથા ગામલોકોએ ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.જ્યારે કીનારા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચાર્જ સંભાળતા જ મેરૂભા પરમારે જણાવ્યુ હતુ કે ચુંટણી તો પુરી થઈ ગઈ છે અને હવે દરેક ને સાથે રાખી કીનારા ગામ નો આગામી દિવસો માં વધુ ને વધુ વિકાસ કરવાનો અમારા પ્રયાસો હશે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *