Gujarat

સરકાર શ્રી દ્વારા ૧ વર્ષ પહેલા “કિસાન સૂર્યોદય” દિવસે ખેડૂતોને  વીજળી આપવા યોજના લાખો રૂપિયાની જાહેરાતો કરીને જાહેર કરી હતી. પરંતુ આ યોજના સાવરકુંડલા તાલુકામાં અમલવારી થતી નહતી, અને ખેડૂતોને લોલીપોપ આપવામાં આવી રહ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ૧૧ ગામોમાં આ યોજના ને કાર્યરત કરવા ધારાસભ્ય શ્રી ની આગેવાની હેઠળ તમામ ગામના ખેડૂતો સાથે જેટકો કચેરી ખાતે ઘેરાવા સાથે ધરણા કરતા પ્રતાપ દુધાત

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
ગુજરાત સરકાર શ્રી દ્વારા 1 વર્ષ પહેલા “કિસાન સૂર્યોદય યોજના” અંતર્ગત ખેડૂત વધુ સમૃદ્ધ બનશે, બમણી આવક મેળવશે, દિવસે વીજળી મળવાથી હેરાન નહી થવું પડે, અને ખેડૂત રાત્રે વિશ્રામ અને દિવસે કામ થકી વધુ સમૃદ્ધ બનશે તેવી લાખો રૂપીયા ખર્ચી, ખેડૂતોને ભેગા કરી, મોટા મોટા ફંકશન કરી જમણવાર કરીને મોટી મોટી જાહેરાત કરવામાં આવેલ હતી. તે યોજનાને વર્ષ ઉપર સમય જવા છતાં સાવરકુંડલા તાલુકાના ગામોમાં આજે પણ ખેડૂત વીજળી વગર હેરાન થઇ રહેલ છે. આ તંત્ર દ્વારા ૮ કલાકની વીજળી દિવસે આપવાની જગ્યાએ રાત્રીના સમયે આપવામાં આવે છે જે પણ શેડ્યુલ મુજબ આપવામાં આવતી નથી જેથી ખેડૂતો વીજળી ના હોવાના કારણે ખેતી કામ કરી શકતા નથી, આપવા મારા મત વિસ્તાર સાવરકુંડલા તાલુકાના ગામો ને આ યોજના હેઠળ (૧) બાઢડા, (૨) ચરખડીયા,(૩) ધજ્ડી (૪) જીરા (૫) કરજાળા (૬) મોટા ઝીંઝુડા (૭) નાના ભમોદ્રા (૮) નેસડી (૯) ઓળિયા (૧૦) સીમરણ (૧૧) વિજયાનગર  આવરી લેવામાં આવેલ હોય તેમ છતાં આજ દિન સુધી આ યોજના અંતર્ગત અમલવારી કરવામાં આવેલ નથી  અને સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં જંગલી જાનવર દીપડા અને સિંહ વસવાટ કરે છે અને ઘણી વખત ખેડૂતો ઉપર હુમલા કરેલ છે જેથી સાવરકુંડલા અને લીલીયા તમામ ગામોમાં દિવસે વીજળી આપવા પણ સરકાર પાસે માંગણી કરેલી અને આ સરકાર માત્ર દેખાડો કરીને આમ જનતાને છેતરી રહી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા ૩૫૦૦ કરોડ ના ખર્ચે   ૬૬ કેવી અને ૨૨૦ કેવી હેઠળ નવા ટ્રાન્સમિશન અને સબ સ્ટેશન ઉભાકરવામાં આવશે. વીજ માળખાને સુદ્રઢ કરવામાં આવશે.તેવી જાહેરાતો પાછળ લાખો રૂપિયાના ખર્ચ કરીને ને ખેડૂતો નાં ભાગે છેલ્લે આશ્વાસન મળે છે.
પોતાના મતવિસ્તાર સાવરકુંડલા તાલુકાના ૧૧ જેટલા ગામોમાં આ યોજનાની અમલવારી તંત્ર દ્વારા કરવામાં આવેલ નહતી જેના કારણે  આજ રોજ ધારાસભ્ય શ્રી દ્વારા જેટકો કચેરી સાવરકુંડલા ખાતે ધેરાવા સાથે એક દિવસીય ધરણા કરવામાં આવેલ જેમાં તમામ ગામોના સરપંચ શ્રીઓ તથા હાર્દિકભાઈ કાનાણી પૂર્વ પ્રમુખ જીલ્લા પંચાયત અમરેલી, નરેશભાઈ દેવાણી, ભરતભાઈ ચોડવડીયા, ભરતભાઈ ધડુક, અશ્વિનભાઈ ધામેલીયા, કુમનભાઈ રૈયાણી, દેવશીભાઈ, વિનુભાઈ વિરાણી, દીપકભાઈ સભાયા, પંકજભાઈ ઉનાવા વગરે હાજર રહ્યા હતા અને તંત્ર દ્વારા ધારાસભ્ય શ્રી સાવરકુંડલાને જણાવેલ કે ૨૫ દિવસ ની અંદર આ યોજના અંતર્ગત અમલવારી કરવામાં આવશે. પરંતુ ધારાસભ્ય શ્રી દ્વારા તંત્રને ચીમકી ઉચારેલ છે કે ૩૦ દિવસ અંદર આ યોજના ૧૧ ગામોમાં કાર્યરત કરવામાં નહી આવેતો આગામી દિવસોમાં સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાંથી ખેડૂતો સાથે મોટા વાહનો ભરીને આ કચેરીનો ધેરાવ કરવામાં આવશે
     આમ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા પોતાના મત વિસ્તારના આમ જનતા હોઈ કે ખેડૂત હોઈ તેમની સંવેદનાને સમજીને તેઓની સાથે થઇ રહેલ આ સરકારથી અન્યાય સામે ન્યાય મેળવા સતત પ્રત્યનશીલ રહેતાં હોઈ છે.

IMG-20220121-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *