Gujarat

દેલવાડામાં સરપંચ ઉપસરપંચ સહિત 16 સભ્યોની શપથવિધિ યોજાઈ. મુસ્લિમ સમાજના બે સભ્ય અઢી અઢી વર્ષ માટે ઉપ સરપંચ પદે નિમણુંક થયા.

ઊના – દેલવાડામાં છેલ્લા બે ટ્રમથી વિજેતા અને ત્રીજી વખતની આ ચૂંટણીમાં સાસુ – વહુની સામસામેની લડાઈમાં વહુ પૂજાબેન વિજયભાઈ બાંભણીયા 1177 ની જંગી લીડથી અને તેમની પેનલનો 16 માંથી 16 સીટે ભવ્ય વિજય થયો હતો. જેથી તા.18 ને સોમવારે દેલવાડા ગ્રામ પંચાયત કચેરીએ તમામ સભ્યોની મિટિંગ બોલાવી સરપંચ પદના વિજેતા પૂજાબેન વિજયભાઈ બાંભણીયા અને ઉપ સરપંચ પદે છેલ્લી 6 ટ્રમથી વિજેતા થતાં હાજી શબ્બીરશા બાનવાને પહેલાના અઢી વર્ષ માટે અને વોર્ડ નં.14 ના સભ્ય રૂકસાનાબેન હબીબખાન પઠાણને પછીના અઢી વર્ષ માટે ઉપ સરપંચ પદે નિમણુંક કરી શપથવિધિ યોજાઈ હતી. જેથી ગામના મોહસીન શાહમદાર, શાહરુખભાઈ પઠાણ અને ઇમરાનભાઈ ચૌહાણે સરપંચપ્ ઉપ સરપંચ અને તમામ 16 સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા..

 

 

-ઉપસરપંચ-સહિત-16-સભ્યોની-શપથવિધિ-યોજાઈ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *