ભારત સરકારના શિક્ષણ મંત્રાલય અને NCERT દ્વારા આયોજીત બે દિવસના INTERNATIONAL WEBINAR ON TOYS AND GAMES TO PLAY, MAKE AND LEARNમાં દેશ વિદેશમાંથી બાળકોના જ્ઞાનાત્મક વિકાસમાં રમકડાની ભૂમિકાને પુન: શોધવી, ઓછી કિંમતના સાધન સામગ્રીની મદદથી રમકડાની કળાને પ્રોત્સાહન આપવું, ટકાઉ રમકડા અને બાળકોમાં સર્જનાત્મકતા, સહયોગ અને સમસ્યા હલ કરવાના કૌશલ્ય પ્રજ્વલિત થાય તે હેતુને ધ્યાને લઈને આંતરરાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવેલ. રમકડા દ્વારા બાળકોમાં જ્ઞાન સાથે કૌશલ્યનો વિકાસ થાય તે બાબતે માર્ગદર્શિત કરવામાં આવેલ. તેમજ આ વિષય પર ઘણા પેપર પ્રેઝન્ટેશન રજૂ થયેલ. તેમાં ગુજરાત રાજ્યમાંથી પણ બે રમકડાના પ્રેઝન્ટેશન રજૂ થયેલ. તેમાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડિનેટર રમેશકુમાર રાઠોડ ધ્વારા ‘SOUNDING CANISTER’ રમકડાની રજૂઆત કરવામાં આવેલ. જેઓએ 2021માં First National Toy Fair માં ભાગ લઇ તાલુકા, જિલ્લા,રાજ્ય,રાષ્ટ્રીયકક્ષાએ તેમજ આજરોજનાં આંતરરાષ્ટ્રીય વેબિનારમાં રમકડાની રજૂઆત કરીને સરાહના પ્રાપ્ત કરેલ. આ તકે પ્રોત્સાહન અને પ્રેરણા આપનાર GCERT ગાંધીનગર, DIET ભાવનગર, DPC બોટાદનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ કાર્યમાં સતત માર્ગદર્શિત કરનાર DIET ભાવનગરનાં અધ્યાપક જાગૃતિબેન ભટ્ટ નો ખુબ ખુબ આભાર.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર


