Gujarat

ગુજરાત યુનિ.ના સેમેસ્ટર-૧ની પરિક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે

અમદાવાદ
સેમેસ્ટર-૧ના વિદ્યાર્થીઓની પરીક્ષા ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં યોજાઈ જાય છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં યોજાશે. વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ નંબરની પ્રક્રિયા અત્યારે પૂર્ણ થઈ છે જે બાદ હવે ૨ દિવસમાં પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થશે.૩૧ જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓનલાઇન અને ઓફલાઇન વિકલ્પ આપવામાં આવશે.ઓનલાઇન વિકલ્પ પસંદ કરેલ વિદ્યાર્થીઓના ટ્રાયલ માટે મોક ટેસ્ટ લેવાશે જે બાદ ફાઇનલ ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે જે પૂર્ણ થતાં ઓફલાઇન વિકલ્પ પસંદ કરનાર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. ગુજરાત યુનિવર્સિટીએ ઇન્સ્ટીટયુટ ફોર સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ નામનો કોર્ષ શરુ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી હેઠળ સ્વતંત્ર સંસ્થા તરીકે યુનિસેફની ટેકનિકલ સહાય દ્વારા સામાજિક અને વ્યવહારિક પરિવર્તનને મજબૂત કરવા કાર્યરત રહેશે. ઇન્સ્ટીટયુટ ફોર સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ સામાજિક ઉત્થાન માટે બિહેવિરીયલ સાયન્સ એપ્લીકેશનમાં નવું પરિવર્તન લાવશે.ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, સામાજિક પરિવર્તનની પ્રક્રિયાઓને લગતા જ્ઞાનાત્મક, સામાજિક અને માળખાકીય નિર્ધારકોને સંબોધવા માટે બિહેવિરીયલ સાયન્સ એપ્લિકેશનમાં આઈએસબીસીની મલ્ટી ડીસીપ્લીનરી સેન્ટર તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. એપ્લાઈડ રીસર્ચ માટેની અધ્યતન સંસ્થા તરીકે તથા અત્યાધુનિક કમ્યુનિટી એન્ગેજમેન્ટ અને સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન અભિગમોને સરળ બનાવવા અને સામાજિક અને વ્યવહારિક પરિવર્તનના પ્રયત્નોને આગળ વધારવા અને વિસ્તૃત કરવા માટે તથા ટેકનોલોજી વિકલ્પોને એકીકૃત કરવા માટે આઈએસબીસીની સ્થાપના કરવામાં આવી છે. સેન્ટર ઓફ એક્સલન્સના વડા ડૉ. સોનલ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ સંસ્થા સામાજિક પરિબળો અને પ્રયોગોને સરળ બનાવવા, સામાજિક પરિવર્તન માટે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા અને શૈક્ષણિક, કોર્પોરેટ્‌સ, મીડિયા અને નાગરિક સમાજ સંગઠાનોમાં વર્તણુકીય સૂઝ સુધારવા માટે ડીઝાઈન થીંકીંગનું ઉત્કૃષ્ટ માળખું પૂરું પાડશે.ગુજરાત યુનિવર્સિટીમાં આગામી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં સેમેસ્ટર-૧ની પરીક્ષા યોજાશે.પરીક્ષા માટે ૨-૩ દિવસમાં ફોર્મ ભરાવવાના શરૂ કરવામાં આવશે. જેની ૩૧ જાન્યુઆરી સુધી પ્રક્રિયા ચાલશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે. જેમાં પહેલા ઓનલાઇન અને બાદમાં ઓફલાઇન પરીક્ષા યોજશે. કોરોનાને કારણે આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા મોડા શરૂ થઈ હતી. જેથી પરીક્ષા પણ ૧ મહિનો મોડા યોજાઈ રહી છે.

Gujarat-University.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *