વલસાડ
વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને વલસાડ સીટી પોલીસે ચાલી રહેલી લગ્ન સીઝનમાં સીટી પોલીસે લગ્ન આયોજકોને મર્યાદિત વ્યક્તિઓની હાજરીમાં લગ્ન પ્રસંગ મનાવવા અને કોવિડની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. અને લગ્ન પ્રસંગોમાં કોવિડ ગાઈડ લાઈનનું પાલન અંગે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ સીટી પોલીસ મથક હદ વિસ્તારમાં યોજાયેલા લગ્નસરાના પ્રસંગોમાં ૨ વ્યક્તિઓને માસ્ક વગર ઝડપી પાડવામાં આવ્યા હતા. અને લગ્ન આયોજક પાસેથીમાસ્ક દંડ વસુલવામાં આવ્યો હતો.વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ સામે સીટી પોલીસે પોલીસ મથક હદ વિસ્તારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં કોવિડના નિયમોનું ચેકીંગ હાથ ધર્યું હતું. લગ્નસરાના પ્રસંગમાં કોવિડના નિયમોનો ભંગ કરતા ૨ વ્યક્તિઓને ઝડપી લગ્ન આયોજક પાસેથી લગ્નનો ચાંદલો પોલોસે વસુલ્યો હતો. લગ્ન આયોજકોને લગ્ન દરમિયાન કોવિડ ગાઈડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા સૂચના આપી હતી.


