સંખેડા
વડોદરા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જાેકે, થોડીવાર વાદળછાયુ વાતાવરણ અને થોડી વાર તડકો જાેવા મળ્યો હતો. આમ સતત વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. આ વર્ષે શિયાળા દરમિયાન સતત માવઠા થઇ રહ્યા છે. જેને પગલે ખેડૂતો ચિંતિત થઇ ગયા છે. ૨૧ જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ આગાહી કરી હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સુકુ રહેવાની શક્યતાઓ છે તેમજ ૨૩ જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવા વરસાદની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.વડોદરા જિલ્લાના સંખેડામાં આજે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે સંખેડાના ભાગોળ વિસ્તારમાં પાણી ભરાઇ ગયું હતું. જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. આર એન્ડ બી વિભાગ દ્વારા પાણીના નિકાલ માટે કોઇ આયોજન ન થતાં વાહનચાલકો પરેશાન થઇ ગયા હતા. સંખેડા, હાંડોદ અને ભાટપુરમાં આજે માવઠું થયું હતું. જેને પગલે ચણા, તુવેર અને કપાસ સહિતના ખેતી પાકોને નુકસાન થવાની શક્યતા છે.
