નવીદિલ્હી
બેંગલુરુ અને અમદાવાદમાં છેલ્લા બે દિવસથી દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે. આ તમામ આઠ શહેરો માટે કોવિડના આંકડાઓમાંથી સૌથી મોટું ચિત્ર એ છે કે સૌથી મોટા શહેરી કેન્દ્રો હવે દેશના દૈનિક ચેપમાં ઓછું યોગદાન આપી રહ્યા છે. રોગચાળો હવે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ રહ્યો હોવાનું જણાય છે. માહિતી અનુસાર, વર્તમાન લહેર દરમિયાન બેંગલુરુ સૌથી વધુ પ્રભાવિત શહેર રહ્યું છે. શહેરમાં ૧૬ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ૩ લાખ કેસ નોંધાયા છે, જે દિલ્હીના કુલ ૩.૪ લાખથી થોડા પાછળ છે. મુંબઈએ પહેલું શહેર હતું જ્યાં રોગચાળો વધુ ફેલાયો હતો. ે દિલ્હીમાં કોરોના ચેપના ૧૧૪૮૬ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૪૫ દર્દીઓના મોત થયા છે. હાલમાં રાજધાનીમાં કોરોના સંક્રમણનો દર ઘટીને ૧૬.૩૬ ટકા પર આવી ગયો છે. રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં ૧૪૮૦૨ લોકો સંક્રમણમાંથી સાજા થયા છે. તે સ્પષ્ટ છે કે સાજા થનારા લોકોની સંખ્યા નવા સંક્રમિતો કરતા વધુ છે. સમગ્ર ભારતની વાત કરીએ તો કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩,૩૭,૭૦૪ નવા કેસ નોંધાયા છે. આ પછી દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૮૫,૬૬,૦૨૭ થઈ ગઈ છે. કોરોના વાયરસના ખતરનાક ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વેરિઅન્ટ ૧૦,૦૫૦ લોકો સંક્રમિત થયા છે.હાલમાં ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર જાેવા મળી રહી છે. જેના કારણે દેશમાં દરરોજ ત્રણ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાએ અત્યાર સુધીમાં ઘણા મોટા શહેરોના લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે, પરંતુ એક સારી વાત એ છે કે, દેશના કેટલાક મોટા શહેરોમાં કોરોનાની ત્રીજી લહેર ટોચ પર આવી ગઈ છે. તેની અસર એ છે કે હવે અહીં કેસ ઝડપથી ઘટી રહ્યા છે. જેમાં દિલ્હી ,મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈનો સમાવેશ થાય છે. જાે કે છેલ્લા સાત દિવસના આંકડાઓ પર નજર કરીએ તો બેંગલુરુ, પુણે, અમદાવાદ અને હૈદરાબાદમાં હજુ પણ કેસ વધી રહ્યા છે જે ચિંતાનો વિષય છે.


