સ્ક્રોલ
સુરેન્દ્રનગર લખતર લખતર કોવિડ 19 ની ટિમ દ્વારા લખતર ગામ સહિત જુદાજુદા ગામો ના 15 વ્યક્તિઓના સેમ્પલ લઈ રાજકોટ ટેસ્ટિંગ માટે મોકલાયા
લખતર સામુહિક અને લખતર તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19 અંતર્ગત પંદર બેડ સાથેનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયો છે અને લખતર તાલુકા માં જો કોરોના પોજેટિવ નો કેસ નીકળે તો તેને સંપૂર્ણ સારવાર કરવાની તૈયારી કરી દીધેલ છે ત્યારે આજરોજ લખતર તાલુકા માં હોટસ્પોટ એરિયા માંથી આવેલ 15 જેટલા દર્દી ની ટ્રાવેલ હિસ્ટ્રી સહિત ની વિગતો એકત્ર કરી તેમના સેમ્પલ લઈ રાજકોટ ખાતે તપાસ માટે મોકલી દીધેલ છે તેમાં લખતર માંથી ત્રણ કારેલા માંથી ત્રણ તનમણિયા માંથી એક મોઢવાણા માંથી એક ગાગડ માંથી એક નાના અકેવાડિયા માંથી એક વિઠ્ઠલગઢ માંથી એક વિઠ્ઠલાપુરા માંથી એક લીલાપુર માંથી એક ઓળક માંથી એક અને વણા માંથી એક એમ કુલ પંદર સેમ્પલ કલેક્ટ કરી રાજકોટ તપાસ અર્થે મોકલેલ છે જ્યારે હજી કોઈ વ્યક્તિ ની ટ્રાવેલહિસ્ટ્રી અને હોટસ્પોટ એરિયા માંથી આવેલ વ્યક્તિ ની તપાસ કરી તેમના સેમ્પલ લઈ રાજકોટ મુકામે તપાસ માટે મોકલી આપવામાં આવશે અને જો કોઈ પોજેટિવ કેસ આવશે તો તેને લખતર કોવિડ 19 સેન્ટર માં સંપૂર્ણ સારવાર આપવામાં આવશે તેવું લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધિકક્ષક નયન છાપરા અને લખતર તાલુકા હેલ્થ ઓફિસર જયેશ રાઠોડ દ્વારા સંયુક્ત યાદી માં જણાવાયું છે.
બાઈટ :
ડો.જયેશ રાઠોડ
તાલુકા હેલ્થ ઓફિસર
દિપકસિંહ વાઘેલા
લખતર (સુરેન્દ્રનગર)
રિપોર્ટર