નવીદિલ્હી
દ્ગડ્ઢઇહ્લ ની રચના ૨૦૦૬ માં કુદરતી અને માનવસર્જિત આફતોનો સામનો કરવા માટે ફેડરલ આકસ્મિક દળ તરીકે કરવામાં આવી હતી અને ૧૯ જાન્યુઆરીએ તેનો ૧૭મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત દળએ ટૂંકા ગાળામાં ૧.૪૪ લાખથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. અને દેશ-વિદેશમાં આપત્તિની સ્થિતિમાં ફસાયેલા સાત લાખથી વધુ લોકોને બચાવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ટિ્વટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. હેકર્સે પ્રોફાઈલ ફોટો પર એલન મસ્કની તસ્વીર પર માછલીની તસ્વીર લગાવી દીધી હતી. આ સાથે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક ટિ્વટ પણ કરવામાં આવી હતી. થોડા સમય પછી એકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવ્યું અને તે ટિ્વટ્સ પણ હટાવી દેવામાં આવી છે. આ હેકર્સ એ જ હોઈ શકે છે જેમણે ભૂતકાળમાં વડાપ્રધાન મોદીનું ટિ્વટર એકાઉન્ટ હેક કર્યું હતું. કારણ કે તેના પર તે જ કન્ટેન્ટ જાેવા મળી રહ્યું છે જે તે સમયે જાેવા મળ્યું હતું. અગાઉ ૈંઝ્રઉછ, ૈંસ્છ વગેરેનું ટિ્વટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું.સૂત્રો સૂચવે છે કે પાસવર્ડ સાથે ચેડા કરવામાં આવ્યા છે અથવા હેકિંગ સંબંધિત કોઈ લિંક પર ક્લિક કરવામાં આવી છે. આ એકાઉન્ટ હેન્ડલ કરનાર કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે છે. બાદમાં ઝ્રઈઇ્ એટલે કે ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે એકાઉન્ટ પુનઃસ્થાપિત કર્યું. ખાતાની રિકવરી અંગેની માહિતી આઈટી મંત્રાલયના ખાતામાંથી આપવામાં આવી હતી.નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ટિ્વટર હેન્ડલ પર હેકર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તેનું ટિ્વટર હેન્ડલ શનિવારે રાત્રે હેક કરવામાં આવ્યું હતું. એનડીઆરએફના મહાનિર્દેશક અતુલ કરવલએ આ માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે શનિવારે રાત્રે ટિ્વટર હેન્ડલ હેક કરવામાં આવ્યું હતું. અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ. દળના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે ટેકનિકલ નિષ્ણાતો આ મામલાની તપાસ કરી રહ્યા છે. અને ટૂંક સમયમાં આ સમસ્યાને દૂર કરવામાં આવશે. કેટલાક સંદેશાઓ દ્ગડ્ઢઇહ્લના ટિ્વટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યા હતા અને તે પૂર્વ-પ્રકાશિત સંદેશાઓ પ્રદર્શિત કરતા ન હતા.


