Assam

આમામમાં ઓએનજીસીની પાઈપલાઈનમાં લાગેલ આગ પર કાબૂ મળ્યો

આસામ
આસામના જાેરહાટ જિલ્લાના ઉપરી ટિમટિમિયા સરદાર પથની પાસે રવિવારની સવારે આગની ઘટના બની હતી. રાજીવ ગાંધી ગ્રામીણ ક્રીડા પ્રકલ્પની સામે આહુતલી ખેતરથી પસાર થનારી ર્ંદ્ગય્ઝ્રની તેલ પાઈપલાઈનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના બાદ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી તરત જ ફાયર વિભાગને આપી હતી. ઘટનાની માહિતિ મળતા જ ફાયર વિભાગ અને ચિનામારા ર્ંદ્ગય્ઝ્ર ફાયર વિભાગના કર્મચારીઓ તરત જ આવી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવામાં લાગ્યા હતા. લગભગ ૨ કિમીના વિસ્તારમાં ફેલાયેલી આગ પર કાબૂ મેળવવામાં તેઓ સફળ રહ્યા હતા. આગમાં કોઈ પ્રકારની જાનહાનિ સામે આવી નથી. આ ઘટનાને લઈને સ્થાનિકનું કહેવું છે કે આગ સતત ફેલાઈ રહી હતી. જાે ફાયર વિભાગ સમયસર ન આવતા તો આસપાસના ગામ આગની ઝપેટમાં આવી જતા અને મોટું નુકસાન થતું. જાે કે આગ કયા કારણોથી લાગી હતી તેની જાણકારી મળી રહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *