Gujarat

ગુજરાતમાં કોરોના આગામી અઠવાડિયામાં વધુ વિકરાળ થઈ શકે

અમદાવાદ
ઓમિક્રોનની એન્ટ્રીથી ભારતમાં કોરોના વાઇરસના ફેલાવાની ગતિ વધી છે. જાે કે છેલ્લા ચાર- પાંચ દિવસથી દેશમા સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતા દિલ્હી અને મુંબઈમા દૈનિક નવા કેસોમાં ખાસ કોઇ મોટો ઉછાળો જાેવા મળ્યો નથી. આ બેઉ મહાનગરોમા ચાર દિવસથી અનુક્રમે દૈનિક ૧૦ હજાર અને પાંચ હજારની આસપાસ નવા કેસ ઉમેરાઇ રહ્યા છે. આરોગ્ય કમિશનરેટમા કોવિડ-૧૯ મહામારી ઉપર દિનપ્રતિદિન નજર રાખતા નિષ્ણાંતોએ કહ્યુ કે, દેશના આ બેઉ શહેરોમાં એક રીતે થર્ડ વેવ ડાઉફોલ તરફ્‌ જઈ રહી છે. આ બંને મેટ્રોસિટી સાથે મળતી નાગરિક જીવન શૈલી અમદાવાદ શહેરની છે. જ્યા પાંચ દિવસથી ૭ હજારથી આઠ હજાર આસપાસ નવા કેસ આવી રહ્યા છે. આથી, ગુજરાતના આઠેય મહાનગરો સહિત નાના શહેરોમાં આગામી એક સપ્તાહ નાગરિકો કોવિડ૧૯ પ્રતિરોધક વર્તર્ણૂક અને નિયમોનુ પાલન કરશે. તો ૧લી ફેબ્રુઆરી પછીથી કોરોનાના થર્ડવેવમાં ડાઉનફેલ અર્થાત પૂર્ણતા તરફ્નો પ્રવાહ આગળ વધી શકે છે.ગુજરાતમાં કોરોના થર્ડવેવ દરમિયાન ઉત્તરાયણ પછીના વિતેલા ચાર-પાંચ દિવસ દૈનિક કેસોની સંખ્યા ૨૨ હજારથી ૨૫ હજાર વચ્ચે સ્થિત રહી છે. ત્યારે ચેપ ફેલાવા માટે આગામી એક સપ્તાહ કટોકટીભર્યા રહે તેવું અનુમાન રાજ્યના આરોગ્ય કમિશનરેટના તજજ્ઞોએ વ્યક્ત કરી રહ્યાં છે. રાજ્યમાં સૌથી વધુ ચેપનો ફેલાવો અમદાવાદ સહિતના આઠ મહાનગરો અને આ શહેરો સાથે સામાજિક- આર્થિક સંપર્કો ધરાવતા નજીકના ૧૯ શહેરોમા રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણો અમલમાં આવ્યા બાદ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહથી થર્ડવેવમાં દૈનિક કેસોમાં ડાઉનફોલ આવે તો નવાઇ નહી ! ૧૦ દિવસ અગાઉ ૧૧ જાન્યુઆરીના રોજ ગુજરાતમા કોરોનાના ટેસ્ટ ૯૩ હજાર થયા ત્યારે પોઝિટિવિટી રેટ ૭.૯૭ ટકા રહ્યો હતો. ૧૭ જાન્યુઆરીથી દૈનિક સરેરાશ ટેસ્ટીંગ સંખ્યા ૧.૩૦ લાખે પહોચ્યા બાદ વિતેલા ચાર- પાંચ દિવસમા પોઝિટિવીટી રેટ ૧૫.૪૧ ટકાથી વધીને શનિવારે ૨૨ જાન્યુઆરીની રાજે ૧૯.૫૭ ટકાએ પહોંચ્યો છે. હવે પછીના જાન્યુઆરીના છેલ્લા સપ્તાહે તેમા આંશિક વધઘટ થઈ જશે છે. જેની પાછળ નાગરિકો દ્વારા કોવિડ-૧૯ પ્રતિરોધક વર્તર્ણૂક અસરકારક બની રહેશે.

90-percent-of-patients-report-corona-positive.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *