વડોદરા
કોરોનાના કપરા કાળે છેલ્લા બે વર્ષમાં વિકસિત દેશોની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ કરી નાખી હોય તો વિકસતા દેશોની હાલત શું થાય? એમાં પણ ભારત જેવા વિકસતા દેશમાં જ્યાં સૌથી મોટી વસ્તી મધ્યમ અને ગરીબ વર્ગની હોય ત્યાં પરિસ્થિતિ કફોડી બને એ સ્વાભાવિક છે. એમાં પણ ઘરમાં સામાજિક પ્રસંગ આવે તો છેડા ક્યાંથી ભેગા કરવા એની ચિંતા દરેક પરિવારને હોય છે. જેથી આવા પરિવારજનોને ચિંતામુક્ત કરવા માટે મેં ૧૦૦ યુવાન-યુવતીઓના ભાઇ બનીને તેમના માટે સમૂહ લગ્નના આયોજનનો વિચાર કર્યો હતો અને આ વિચારને પરિપૂર્ણ કરવા માટે હાલ દોડધામ કરી રહ્યો છું. વધુમાં તેણે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ મુજબ દીકરીનું લગ્ન દરેક માં-બાપનું સૌથી મોટું સપનું હોય છે. માં-બાપ ભલે દીકરીના લગ્ન ધામધૂમથી કરવાની ઇચ્છા ધરાવતા હોય પરંતુ, કોરોનામાં કથળેલી આર્થિક પરિસ્થિતિમાં સાદાઈ લગ્ન લેવા પણ વિચારવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ છે. કફોડી હાલતમાં પરિવાર એમની વ્હાલસોયી દીકરીને કેવી રીતે પરણાવશે? આ પ્રશ્નએ મને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના દીકરા-દીકરીના ભાઇ બનીને તેઓના લગ્ન કરાવવા માટે કુદરતી સંકેત મળ્યા હોય તેમ લાગી રહ્યું છે. હું શક્ય તેટલા સારા પ્રયાસો કરીને મે-૨૦૨૨ના અંતિમ સપ્તાહમાં મારા ગરીબ અને મધ્યમ પરિવારના ૧૦૦ ભાઇ-બહેનોના સમૂહ લગ્ન કરાવવાની મારી ઇચ્છા છે. આયોજન વિશે ઋત્વિકે કહ્યું કે, આ એવો પ્રસંગ છે કે, જેમાં તમામ સમાજના લોકો એક મંચ પર ભેગા થશે. “દીકરી વ્હાલનો દરિયો, સર્વ જ્ઞાતિ સમુહ લગ્ન ઉત્સવ ૨૦૨૨”ના શીર્ષક હેઠળ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્ન સમૂહમાં લગ્ન ગ્રંથીથી જાેડાનાર દીકરીઓને એ.ટી.એમ. કાર્ડ આપવામાં આવશે. જ્યારે દીકરીઓનો વીમો પણ ઉતારવામાં આવશે. આ લગ્ન સમૂહમાં વડોદરા સિવાય અન્ય શહેર કે ગામના નવયુગલ પણ ભાગ લઈ શકશે. કોરોનાની આગળની પરિસ્થિતિ વિચારી સરકારની ગાઈડલાઈન મુજબ લગ્ન સમુહનું આયોજન કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીએ ગરીબ અને મધ્યમ વર્ગની કમર ભાંગી નાખી છે. એક સમયે પોતાના દીકરા-દીકરીના લગ્ન ધામધૂમથી કરવાનું વિચારતા પરિવારજનો દ્વારા સાદાઇથી કરવા માટે મજબૂર બન્યા છે. આ સ્થિતિમાં ગરીબ અને મધ્યમ પરિવારના લોકો પોતાના દીકરા-દીકરીના લગ્ન ધામધૂમથી કરવાનું સ્વપ્ન પૂરી કરી શકે તે માટે શહેરના નવ યુવાન ઋત્વિક પુરોહિતે બીડું ઝડપ્યું છે. તેણે “દીકરી વ્હાલનો દરિયો, સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવ-૨૦૨૨”ના શીર્ષક હેઠળ મે-૨૦૨૨ના અંતિમ સપ્તાહમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. પોતાના વ્યવસાયમાંથી બચત કરીને વડોદરા શહેરમાં નાના-મોટા સામાજિક કાર્યો કરી રહેલા ઋત્વિક પુરોહિતે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના ૧૦૦ દીકરા-દીકરીના ભાઇ બનીને તેઓના ધામધૂમથી લગ્ન કરવાના ઓરતા પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. તેણે દીકરા-દીકરીના લગ્નની સાથે નવદંપતિને તેઓના સાંસારીક જીવનની શરૂઆત કરવા માટે ઘરમાં કોઇ ચિજવસ્તુ લાવવી ન પડે તે માટે કરિયાવર આપવાનું પણ આયોજન કર્યું છે. મે-૨૦૨૨ના અંતિમ સપ્તહામાં સમૂહ લગ્નનું આયોજન લઇને બેઠેલ યુવાન ઋત્વિક પુરોહિત છેલ્લા એક વર્ષથી તૈયારીઓ કરી રહ્યો છે. કોરોના જેવી મહામારીમાં ગરીબ અને મધ્યમ વર્ગની સેવા કરવા સાથે સમૂહ લગ્નની તૈયારી કરી રહેલા ઋત્વિકની સમાજ પ્રત્યેની લાગણીને જાેઇ અનેક લોકો તેને સહકાર આપવા માટે તૈયાર થઇ રહ્યા છે.
