Gujarat

લીંબડી શહેરના કેટલાક વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

સુરેન્દ્રનગર
સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં તપાસ દરમિયાન કોરોનાના કેસો મળી રહ્યા છે. તેની અસરોને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ફેલાવો અટકાવવા માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવે છે. જેના અન્વયે લીંબડીમાં કોરોના વાયરસના ૪ પોઝિટિવ કેસ આવતા સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લીંબડી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ એચ.એમ.સોલંકીએ પ્રતિબંધો ફરમાવ્યા છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે ૪ પોઝિટિવ કેસ જ્યાં મળી આવ્યા છે તે લીંબડીમાં આવેલી સુર્યપુરમ સોસાયટીના ૮ ઘરોની ૨૮ની વસ્તીના, રામદેવપીરના ખાંચા વાળા વિસ્તારના ૬ ઘરોની ૩૯ની વસ્તીના, કર્મચારીનગરના ૧ ઘરની ૫ની વસ્તીના અને સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સામેના ૩૬ ક્વાર્ટસના ૧ ઘરની ૩ લોકોની વસ્તીના સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. તેમજ આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિઓના સમૂહનો આ ક્ષેત્રમાં જમાવડો કે ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત કોઈપણ વ્યક્તિએ ભીડ એકઠી કરવાની નહીં કે પોતે ભીડનો ભાગ બનવાનું રહેશે કે તેઓ પોતાના ઘરની બહાર નિકળશે નહીં. આ વિસ્તારમાંથી કોઈપણ પ્રકારનું રોકાણ કર્યા સિવાય સીધે સીધા વાહનો આવશ્યક અને આકસ્મિક પ્રસંગોએ પસાર થઈ શકશે. આ વિસ્તારની તમામ દુકાનો, કાર્યાલય, ફેક્ટરી, ગોદામ, લારી-ગલ્લા, પાથરણાં, ફેરિયાઓની તમામ ગતિવિધિઓ તાત્કાલિક અસરથી બંધ કરવા પણ જણાવાયું છે. આ સિવાય લીંબડીમાં આવેલી સુર્યપુરમ સોસાયટીના ૧૫ ઘરોની ૫૮ની વસ્તીના, રામદેવપીરના ખાંચાવાળા વિસ્તારના ૨૦ ઘરોની ૮૪ની વસ્તીના, કર્મચારીનગરના ૨૦ ઘરોની ૧૦૫ની વસ્તીના અને સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સામેના ૩૬ ક્વાર્ટસના ૧ ઘરની ૩ની વસ્તીના સમગ્ર વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ હુકમની અમલવારી તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૨ સુધી કરવા જણાવાયું છે.

546-cases-were-reported-in-Surendranagar-district.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *