Gujarat

કચ્છના સસ્પેન્ડ કરાયા ૩ પોલીસકર્મીઓની વહારે રવિના ટંડન આવી

ગાંધીધામ
કચ્છના એ સસ્પેન્ડ કરાયેલા ત્રણ પોલીસ કર્મીઓની સજા પણ માફ કરવી જાેઇએ તેવી ટીપ્પણી કરી છે. ગઇકાલે છત્તીસગઢના આઇપીએસ અને ટ્રાન્પોર્ટ કમિશ્નરદિપાંશુ કાબરાએ આ બાબતે કરેલી ટીપ્પણી બાદ બોલિવુડની પીઢ અભિનેત્રી રવિના ટંડને આજે ગણતંત્ર દિનની ઉજવણીની પૂર્વ તૈયારી બાદ જૂનાં હિન્દી ગીતોના બેન્ડ પર ડાન્સ કરતાં એરફોર્સ જવાનોની એક વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી જણાવ્યું હતું કે, તેમને જવા દ્યો, તે પણ માણસ છે, જવાનો છે. ઈચ્છું છું કે કચ્છમાં સસ્પેન્ડ થયેલાં જવાનોને ફરી તેવું નહીં કરવાની સૂચના આપી જવા દેવાય. આપણા જવાનોને પણ હળવા થવાની જરૂર પડતી હોય છે’ અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મિડીયામાં આ મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાનું કારણ બની રહ્યો છે.પૂર્વ કચ્છના કારમાં સંગીતની મોજ લેતા પોલીસ કર્મીઓનો વીડિયો વાયરલ થયા બાદ પુર્વ કચ્છ એસપીએ આ ત્રણે કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. આ ર્નિણય બાદ આ મુદ્દે દેશભરમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે જેમાં ગણતંત્ર દિનની ઉજવણીમાં જુના હિન્દી ગીત પર ડાન્સ કરી રહેલા એરફોર્સના જવાનોનો વિડીયો શેર કરી પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડને ગાંધીધામના આ ત્રણ પોલીસ કર્મીની સજા માફ કરાય તેવી ટીપ્પણી કરી છે.

Raveena-Tandon.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *