National

વધુ દબાણ કરવામાં આવશે અને રાજીનામું આપીશ તો વધુ ખતરનાક થઈશ ઃ ઈમરાન ખાન

પાકિસ્તાન
પાકિસ્તાનની વિપક્ષી પાર્ટીઓ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પર સતત પ્રહારો અને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. ઘણી વિપક્ષ પાર્ટીઓએ મળીને પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ નામનો મોરચો બનાવ્યો છે, જેના હેઠળ સરકાર વિરોધી રેલીઓ અને પ્રદર્શનો આયોજીત કરી રહ્યા છે. વિરોધ પક્ષોએ માંગણી કરી છે કે ઈમરાન ખાને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું જાેઈએ અને દેશમાં ચૂંટણી યોજાવી જાેઈએ. હાલમાં જ ઈમરાન ખાને એક વીડિયો સંદેશમાં આ અંગે વાત કરતા કહ્યું હતું કે રાજીનામું આપ્યા બાદ તેઓ વધુ ‘ખતરનાક’ બની જશે. ઈમરાન ખાને રવિવારે વિરોધ પક્ષોને ચેતવણી આપી હતી કે જાે તેમને વડાપ્રધાન પદ છોડવા માટે દબાણ કરવામાં આવશે તો તેઓ વધુ ખતરનાક બની જશે. આ સાથે ખાને વિપક્ષની કોઈપણ વાત સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટની ૨૩ માર્ચે સરઘસ કાઢવાની યોજના અંગેના પ્રશ્નના જવાબમાં ઈમરાન ખાને કહ્યું કે વિપક્ષનું આ પગલું નિષ્ફળ જશે. વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે જાે હું રસ્તા પર આવીશ તો તમારી (વિપક્ષ) પાસે છુપાઈ જવાની જગ્યા નહીં રહે. તેમણે કહ્યું કે જાે તેમને પદ છોડવાની ફરજ પાડવામાં આવશે તો તેઓ વધુ ખતરનાક બની જશે. ઈમરાન ખાનની ચેતવણીનો સૂર ધમકીભર્યો હતો. ઈમરાન ખાને પાકિસ્તાનની સત્તા સંભાળ્યા બાદ પાડોશી દેશના સિતારા અંધારામાં આવી ગયા છે. ઈમરાન ખાને પાકિસ્તાનને ન માત્ર ગરીબ બનાવ્યું છે, પરંતુ તેના પર અબજાે ડોલરનું દેવું કરી દીધું છે. પાકિસ્તાન હવે ચીન જેવા દેશોનું આર્થિક ગુલામ બની ગયું છે. પાકિસ્તાન પર સ્થાનિક અને વિદેશી દેવું ૫૦ હજાર અબજ રૂપિયાને વટાવી ગયું છે. પાકિસ્તાનના જ લોકો પોતાની પોલ ખુલ્લી પાડી રહ્યા છે. પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાન સરકારે કબૂલાત કરી હતી કે હવે દરેક પાકિસ્તાની પર ૧ લાખ ૭૫ હજાર રૂપિયાનું દેવું છે. આમાં ઈમરાન ખાનની સરકારનો ફાળો ૫૪૯૦૧ રૂપિયા છે, જે લોનની કુલ રકમના ૪૬ ટકા છે. છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનીઓ પર દેવાનો આ બોજ વધ્યો છે. એટલે કે જ્યારે ઈમરાને પાકિસ્તાનની સત્તા સંભાળી ત્યારે દેશના દરેક નાગરિક પર ૧,૨૦,૦૯૯ રૂપિયાનું દેવું હતું.પાકિસ્તાનના વિરોધ પક્ષોનો મોરચો સતત ઈમરાન ખાનના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. ગયા વર્ષે આ મોરચાએ ઈમરાન સરકાર વિરુદ્ધ મોટી સંખ્યામાં રેલીઓ, સભાઓ અને રોડ ટ્રિપ્સનું આયોજન કર્યું હતું જેમાં પાકિસ્તાની આવામની ભીડે ભાગ લીધો હતો.

Imran-Khan-PM-Pakistan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *