* પ્રેસ નોટ તા.૦૫/૦૫/૨૦૨૦*
* અમરેલી ઇન્દીરા શોપીંગ સેન્ટરમા આવેલ પટેલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનના માલીકે ગ્રાહકોમા સોશ્યલ ડીસ્ટન્સ ના જાળવી ગ્રાહકો ભેગા કરતા દુકાનના માલિકને પકડી તેના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ *
* મ્હે.કલેકટર સાહેબ અમરેલીનાઓ દ્રારા કોરોના વાયરસ COVID-19 ના ફેલાવાની પરિસ્થિતિને ધ્યાને લઇ અલગ-અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામા આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે મ્હે.પોલીસ અધીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ સદરહુ જાહેરનામાનો કડકપણે અમલ કરાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટેના પો.ઇન્સ વી.આર.ખેર સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પો.સ્ટેના હેડ કોન્સ એન.વી.લંગાળીયા તથા પો.કોન્સ પ્રવિણસિંહ બારીઆ તથા લોકરક્ષક રોહિતભાઇ દેગામાનાઓ અમરેલી સીટી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા અને પટ્રોલીંગ દરમિયાન અમરેલી શહેરમા ઇન્દીરા શોપીંગ સેન્ટરમા આવેલ પટેલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનના માલીકે પોતાના ગ્રાહકોમા સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવેલ ના હોય અને અમરેલી જીલ્લામા બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરેલ હોય હોય જે દુકાનના માલીકને પકડી તેના વિરૂધ્ધમા અમરેલી સીટી પો.સ્ટે.મા ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ ઇસમ:-*
ચતુરભાઇ નાગજીભાઇ અકબરી ઉ.વ.૬૦ ધંધો-વેપાર રહે.અમરેલી જેશીંગપરા ઓમનગર તા.જી.અમરેલી.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી