Gujarat

માતરના ભલાડામાંથી ૨.૯૫ લાખનો દારૂના જથ્થા સાથે ૧ની ધરપકડ

નડિયાદ
એલસીબી પોલીસે માતર તાલુકાના લીંબાસી પોલીસ મથકની હદમાં આવેલા ભલાડા ખાતેના મોતીપુરા વિસ્તારમાં રહેતા અને દારૂનો વેપલો કરતો અજીત ઉર્ફે દુધી રમેશ પરમારના ઘરે છાપો માર્યો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ બુટલેગર પોતાના મળતીયાઓને સાથે રાખી આ વિસ્તારમાં દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ દરોડામાં બુટલેગર અજીત ઉર્ફે દુધી પરમાર તો ઘરે હાજર નહોતો મળ્યો. પરંતુ તેની પત્ની પાર્વતી પરમારની પોલીસે અટકાયત કરી હતી. ઘરમાં તલાશી લેતાં પોલીસને ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ૬૦ નંગ પુંઠાના બોક્ષમાં ૭૫૬ બોટલો જેની કિંમત રૂપિયા ૨ લાખ ૯૫ હજાર ૨૦૦ની આંકી શકાય તેટલા મત્તાનો ઈંગ્લિશ દારૂનો જથ્થો કબ્જે કરાયો છે. પોલીસે આ અંગે ઉપરોક્ત બન્ને સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.માતરના ભલાડામાં એક બુટલેગરના ઘરે એલસીબી પોલીસે છાપો મારી રૂ. ૨.૯૫ લાખના ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી છે. જ્યારે તેણીનો પતિ ઘરે હાજર ન હોવાથી ઝડપમાંથી છટકી ગયો હતો. આથી પોલીસે આ અંગે બંન્ને સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે ખેડા જિલ્લામાં દારૂની બદીઓ વ્યાપક પ્રમાણમાં ફુલી ફાલી છે. પોલીસની રહેમ નજર હેઠળ આવી બદીઓને અંકુશમાં લાવવા લોકોએ માંગ કરી છે. ત્યારે પોલીસ પણ અમૂક સ્થળે છાપો મારી આવા બુટલેગરો સામે લાલ આંખ કરી રહી છે.

A-woman-was-caught-with-a-quantity-of-English-liquor.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *