Rajasthan

માઉન્ટ આબુમાં માઈનસ ૪ ડિગ્રી તાપમાન

રાજસ્થાન
કડકડતી ઠંડીને કારણે માઉન્ટ આબુના રસ્તા સૂમસામ જાેવા મળ્યા હતા. ટૂરિસ્ટ પર આધારિત વેપાર-ધંધા પણ પ્રભાવિત થયા હતા. સ્થાનિકો જણાવે છે કે, મહિલાઓએ પાણીના માટલા આગથી નજીક રાખ્યા હતા જેથી તે થીજી ન જાય. રાત્રે નળના પાણી પણ થીજી ગયા હતા.ફરવા જવાની વાત આવે એટલે ગુજરાતીઓના મોઢે સૌથી પહેલું નામ માઉન્ટ આબુનું હોય. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલું આ હિલ સ્ટેશન પોતાની પ્રાકૃત્તિક સુંદરતા અને ઐતિહાસિક ધરોહરને કારણે લોકપ્રિય છે. પરંતુ શિયાળામાં અહીંનો નજારો જ કંઈક અલગ હોય છે. અત્યારે ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડી નો ચમકારો જાેવા મળી રહ્યો છે ત્યારે માઉન્ટ આબુની સ્થિતિ પણ કંઈક એવી જ છે. ઉત્તર ભારતના પહાડોમાં ભારે હિમવર્ષાને પગલે માઉન્ટ આબૂમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. માઉન્ટ આબુમાં તાપમાન એક જ દિવસમાં નવ ડિગ્રી ગગડતા તાપમાન માઈનસ ૪ ડિગ્રી થઈ ગયુંછે. ગુજરાતીઓનું સૌથી નજીકનું અને મનપસંદ એવુ હિલ સ્ટેશન માઉન્ટ આબુ હાલમાં ઠંડીથી થીજી ગયુ છે. માઉન્ટ આબુમાં ઠંડા તોફાની પવનોના પગલે તાપમાનમાં ૧૨ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. માઉન્ટ આબૂની જાણીતી હોટલો, મકાન, કાર અને મેદાનમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. પ્રવાસીઓ અને લોકો આકરી ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લેતા જાેવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *