*રાજકોટ શહેર પોલીસ સ્ટેશનના ટોઇલેટમાં ૫૮ વર્ષીય આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું.*
*રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ જીલ્લામાં નાના મવા રોડ પાસે ભીમનગરમાં રહેતા નરશીભાઈ પરમાર ઉ.૫૮ નામના વણકર પ્રૌઢએ તાલુકા પોલીસ સ્ટેશનના લોકઅપના ટોઇલેટમાં રૂમાલથી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ગઈ કાલે પત્નીએ તે હેરાન કરતા હોવાની ફરિયાદ કરતા પોલીસે ૧૫૧ મુજબ અટકાયત કરી હતી. ત્યારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. આ વ્યક્તિએ ગળેફાંસો ખાતા પોલીસમાં ચકચાર મચી ગઈ હતી. આ અગાઉ પણ આધેડને છેડતીના ગુનામાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*