*રાજકોટ શહેરમાં જિલ્લા ભાજપ દ્વારા પી.એમ. ફંડમાં ૫૨ લાખ અને સી.એમ. ફંડમાં ૩ કરોડનું દાન.*
*રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે નહિ એક સાચા સેવક તરીકેની ભૂમિકાઓ અદા કરીને લોકોને પડતી તકલીફોનું તાત્કાલિક નિવારણ કરવામાં ખુબ જ સફળ રહ્યા છે. મુખ્યમંત્રીની અપીલને ધ્યાનમાં લઇ રાજકોટ જીલ્લાના મુખ્ય હોદેદારથી લઇ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ સી.એમ. ફંડમાં ૩ કરોડનું તેમજ પી.એમ. ફંડમાં અંદાજે ૫૨ લાખનું દાન જમા કરાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા જયારે જયારે ગુજરાતમાં આવી આપત્તિ આવી છે. ત્યારે ખડે પગે રહીને લોકોની સેવા કરવામાં પાછી પાની કરેલ નથી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*