યુક્રૈન
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, સૈન્ય તૈનાતીને ટ્રેક કરવા માટે એકલા ઉપગ્રહની છબીઓ પૂરતી નથી. અત્યાર સુધી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ નથી. જાે કે, તેમણે એમ પણ કહ્યું, ‘અમે અમારી સ્વતંત્રતા અને પ્રાદેશિક સંપ્રભુતા માટે અમેરિકા દ્વારા આપવામાં આવેલા સમર્થન માટે આભારી છીએ. પરંતુ હું યુક્રેનનો રાષ્ટ્રપતિ છું. હું અહીં છું અને હું આ બધા વિશે વધુ જાણું છું. હું અન્ય દેશના રાષ્ટ્રપતિ કરતાં વધુ જાણું છું. યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન તરફ ઈશારો કરી રહ્યા હતા. રશિયાએ યુક્રેનની સરહદ પર એક લાખ સૈનિકો, ટેન્ક, મિસાઈલ અને અન્ય ઘણા હથિયારો તૈનાત કર્યા છે. જેના કારણે ડર વધી ગયો છે કે રશિયા યુક્રેન પર હુમલો કરીને તેના પર કબજાે કરી લેશે. એવું પણ માનવામાં આવે છે કે, અમેરિકાની ચેતવણી છતાં યુક્રેનના રાષ્ટ્રપતિ અને અન્ય અધિકારીઓ શેરબજાર અને અર્થવ્યવસ્થાને યુદ્ધના ભયથી દૂર રાખવા માંગે છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરી એકવાર સંભાવના વ્યક્ત કરી કે રશિયા ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કરશે. યુક્રેનના રાષ્ટ્રપતિએ ક્રિમિયા તરફ ઈશારો કરતા કહ્યું કે રશિયાએ ૮ વર્ષ પહેલા તેમના પ્રદેશ પર કબજાે જમાવ્યો હતો અને તેથી તેઓ એવું ન કહી શકે કે, તણાવ વધી રહ્યો નથી. આ કબજાના ભય વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું કે મોસ્કો લડાઈ શરૂ નહીં કરે. પરંતુ પશ્ચિમી દેશોને તેમના હિતોને કચડવા દેશે નહીં. લવરોવે એક રશિયન રેડિયો સ્ટેશનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘જ્યાં સુધી દરેક વ્યક્તિ રશિયન ફેડરેશન પર ર્નિભર રહેશે ત્યાં સુધી કોઈ યુદ્ધ નહીં થાય, અમે યુદ્ધ નથી ઈચ્છતા. પરંતુ અમે અમારા હિતોને પણ કચડી નાખવા અને અવગણના થવા દઈશું નહીં.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવએ હવે નવો વળાંક લીધો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ અમેરિકા પર ગુસ્સે છે. તેણે કહ્યું છે કે, રશિયાના હુમલાનો ડર ઉભો કરીને અમેરિકા બિનજરૂરી રીતે યુક્રેનની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યું છે. બીજી તરફ, રશિયાના વિદેશ પ્રધાને કહ્યું છે કે, મોસ્કો યુદ્ધ શરૂ કરશે નહીં, પરંતુ યુએસ અને નાટોને ચેતવણી આપી છે કે તે (રશિયા) પશ્ચિમી દેશોને તેના સુરક્ષા હિતોને કચડી નાખવાની મંજૂરી પણ આપશે નહીં. જ્યારે અમેરિકાએ દાવો કર્યો છે કે, રશિયા ગમે ત્યારે આ દેશ પર હુમલો કરશે.