Gujarat

ગુજરાતીઓમાં વિદેશનું ઘેલુ આજે પણ યથાવત

અમદાવાદ
ગેરકાયદે ઇમિગ્રેશનમાં એજન્ટોની શરુઆતથી લઇને છેક વ્યક્તિ વિદેશ પહોંચી ન જાય ત્યાં સુધીની ચેઇન સેટ હોય છે. ટુર પહેલાં જ ક્લાયન્ટે એજન્ટને કેટલું ચાલવાનું, કેટલી હવાઇ સફર, કેટલી કારની સફર, કેટલી બોટ સફર, ક્યાં કેટલું રોકાણ એમ તમામ વિગતો પૂછી લીધી હોય છે. ટુરની શરુઆતમાં ઘૂસણખોરને પ્લેન સુધી પહોંચાડવાની જવાબદારી પુશરની હોય છે જે પાસપોર્ટ, ઇમીગ્રેશન, એરપોર્ટ ઓફિસર્સ, એરલાઇન બધામાં ઓળખાણ ધરાવતો હોય છે. અમેરિકા પહોંચવા માટે પડોશી દેશમાં પહોંચ્યા બાદ ક્રોસરનો રોલ આવે છે. જે બોર્ડર ક્રોસ કરાવવામાં સાથે હોય છે. જાે સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ પકડાઇ જાય તો એજન્ટ તેની જવાબદારી લે છે. બોટમાં સફર કરવાની જરુર પડે તો ક્લાયન્ટ્‌સ ૩૨ ફૂટ કે તેથી મોટી બોટ હોય તો જ સફરની હા પાડે છે જેથી બોટ ઉંધી ન વળી જાય. કુલ ચાર સમાજનાં લોકોને વિદેશ જવાનું વિશેષ વળગણ હોવાથી તેઓ કોઇ પણ ભોગે અને ગમે તેટલા ખર્ચીને વિદેશ જવા માંગે છે. જ્યારે એજન્ટ પાસે તેઓ પોતાનો કેસ લઇને જાય ત્યારે એજન્ટ તેમને વિવિધ લાઇનો (માર્ગો) બતાવે છે જેના થકી તેઓ ઘૂસણખોરી કરી શકે છે. ત્યારબાદ એજન્ટ ઘૂસણખોરી કરવા માંગતા વ્યક્તિ પાસે કબૂલાત આપનાર વ્યક્તિ માંગે છે. કોઇ પણ સરપંચ કે તલાટી કે વ્યક્તિનાં પૈસાદાર પિતા આ કબૂલાત આપે તો એજન્ટ ન ચલાવી લે. એજન્ટને એવી કબૂલાત જાેઇએ કે જેનો ટ્રેક રેકોર્ડ સારો હોય. જે પહેલાં બે-ચાર વ્યક્તિની સફળતાપૂર્વક કબૂલાત આપી ચૂક્યો હોય. કારણ કે, આ કબૂલાત આપનાર વ્યક્તિ જ એજન્ટને તેનું પેમેન્ટ વ્યક્તિ વિદેશ પહોંચ્યા પછી ચૂકવી આપતી હોય છે. આવા કબૂલાત આપનાર વ્યક્તિ પોતાની સર્વિસ માટે કમિશન પણ લઇ લેતા હોય છે.ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં છેલ્લા પાંચ દાયકા જૂના ડોલરિયા પ્રેમનું વળગણ આજે પણ યથાવત છે જે ડિંગુચા ગામના એક પરિવારના ચાર લોકોનાં કેનેડાની બોર્ડર પર મૃત્યુને પગલે વધુ એક વાર સાબિત થયું છે. જાે કે આ સમગ્ર ઘૂસણખોરીમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સમગ્ર નેટવર્ક ગામથી લઇને અમેરિકા સુધી ચાલે છે વિદેશમાં ઘૂસણખોરીની આ દુનિયામાં સૌથી મહત્વની વ્યક્તિ છે ‘કબૂલાત’ આપનાર. આ કબૂલાત સમાજની કોઇ એવી વ્યક્તિ આપે છે જેના પર ગેરકાયદે ઘૂસણખોરી કરાવનાર એજન્ટોને ભરોસો હોય. જ્યાં સુધી એજન્ટને કોઇ ભરોસાપાત્ર કબૂલાત આપનાર ન મળે ત્યાં સુધી તે કેસ હાથમાં લેતો નથી. હાલમાં ગાંધીનગર અને મહેસાણા જિલ્લાનાં ગામોમાં ચાર સમાજમાં આ પ્રથા પ્રચલિત છે. હાલમાં ઇમિગ્રેશનની દુનિયામાં કેનેડાની બોલબાલા છે. જે લોકોને અમેરિકા વાયા કેનેડા જવું છે કે કેનેડા જઇને જ વસવાટ કરવો છે તેના માટે કેનેડાનાં વિઝાની ડીમાન્ડ છે. હાલમાં એજન્ટો જેની પણ પાસે કેનેડાનાં વિઝા હોય છે તેને તેમનાં સ્ટીકરનાં રૂ. ૨.૫ લાખ સુધીની ઓફર કરે છે. એક વખત કબૂલાત મળ્યા પછી એજન્ટ કેવી રીતે અને કઇ લાઇનથી ઘૂસણખોરી કરાશે તે પ્લાન કરે છે. બીજી બાજુ ફાઇનાન્સ માટે કબૂલાત કરનાર વ્યક્તિ ગામ, સમાજ અને મિત્ર વર્તુળનો સંપર્ક કરે છે અને મંડળી બનાવીને સ્પોન્સર કરે છે. જે પણ ખર્ચ થાય તે કેવી રીતે ચૂકવવો તે પણ નક્કી થાય છે. વ્યક્તિ સફળતાપૂર્વક વિદેશ પહોંચી જાય પછી તબક્કાવાર વ્યાજ સહિત આ રકમ ચૂકવવાની હોય છે. કબૂલાત કરનાર વ્યક્તિને સમગ્ર ટ્રીપ પતે પછી એજન્ટને રોકડ પૈસા ચૂકવવાનાં હોય છે. આ કબૂલાત કોઇ પણ સંજાેગોમાં ફરી ન શકે અને જાે એમ થાય તો તેના પરીવારની ઇજજ્તનું સમાજમાં ધોવાણ થાય. એટલું જ નહીં, તેના ઘરમાં કોઇ રોટી-બેટીનો વ્યવહાર ન કરે તેવું પણ બન્યું છે. હાલમાં કબૂલાત સિસ્ટમ છે તે પહેલાં આંગડિયાઓ કબૂલાત લેતા હતાં પરંતુ તેઓ ઉઠી જતાં તે સિસ્ટમ બંધ કરાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *