પરમોપકારી પરમ શ્રધ્ધેય અખંડ સ્મરણીય પૂજય ગુરૂદેવશ્રી કાનજી સ્વામી ની મંગલ કૃપા આશી તલે શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર બોટાદ તથા કોરોના વોરીયસઁ ગ્રુપ દ્વારા આયોજિત તા:-26 જાન્યુઆરી-2022 ના રોજ “73” માં પ્રજાસત્તાક દિન અને આઝાદી અમૃત મહોત્સવ ની ખુશાલી નિમિત્તે પ્રારંભ કરેલ સળંગ 3- દિવસ થી બોટાદ ના અલગ અલગ શ્રમ વિસ્તારમાં દરેક ભગવાન આત્મા ને કડકડતી ઠંડીમાં માનવતા ની હુંફ સાથે ગરમ ધાબળા નું વિતરણ દાતાશ્રી ના આથીઁક સહયોગથી કરવામાં આવેલ, કુલ- 220-નંગ ધાબળા નું વિતરણ બોટાદ ના અલગ અલગ જરુરીયાત મંદ વિસ્તારમાં કરેલ, આજે સૂયાઁ ગાઁડન હોટલ પાસે, મલ્ટી પ્લેક્ષ સામે મદારી અને વાદી પરીવાર જનો ને ત્યાં રહેતાં તમામ દરીદ્ર નારાયણ ને રાત્રે ઠંડી માં ધાબળા વિતરણ કરવામાં આવેલ, તેમજ ઘરઘરાવ વિધવા બહેનો તથા ઉમંર લાયક ને ધાબળા આપવામાં આવેલ, શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર બોટાદ દ્વારા અવિરત સેવાકીય પ્રવૃતિ ચાલું રહેછે. આગામી દિવસો માં ઈશ્વર ના ફૂલ સમાન બાળકો ને જમાડવાનું સુંદર આયોજન કરવામાં આવશે…
બોટાદ જગદીશ એચ મારૂ
9998652874


