તહેરિક-એ – તહફૂઝા – નમુસ – એ – રિસાલત’ પર આશંકા સેકસી
રિપોર્ટર: ભાવેશ વાઘેલા
રાજકોટની વ્યક્તિઓએ મૌલાનાને હથિયાર આપ્યું
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસએ તપાસ સોંપાઈ
તેહરીક – એ – તહફુઝ – નમૂસ – એ – રિસાલત
નામનું સંગઠન પહેલા તહેરીક એ – ફોરોખ ઇસ્લામ નામથી ઓળખાતું હતું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા માં કિશન ભરવાડ ની હત્યા આ મામલે જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મોલવી અયુબ જાવરાવાલાની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં કટ્ટરવાદી સંગઠનોની સાથે મોલવી જોડાયેલો હોવાનું બહાર આવ્યું છે બે કટ્ટરવાદી સંગઠન હત્યા કેસમાં સામેલ હોવાનું સામે આવતા હવે ગુજરાત એટીએસને તપાસ સોંપવામાં આવી છે તાહરીક – એ – તહફૂઝ – એ – નમૂસ – એ – રિસાલત નામનું સંગઠન આ હત્યા માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે આ સંગઠન પહેલા તહેરિક – એ – ફરોખ ઇસ્લામ નામથી ઓળખાતું હતું તેનો પાકિસ્તાનની રાજકીય પાર્ટી તહરિક – એ લબેક સાથે સંબંધ છે બીજી તરફ આ કેસના તારે હવે રાજકોટ શહેર સુધી પહોંચ્યા છે રાજકોટની વ્યક્તિએ મૌલાના અયુબ ને હથિયાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે ધંધુકાની મસ્જિદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


