સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો છેલ્લાં ઘણાં દિવસોથી સાવરકુંડલા શહેરમાં શરદી-ઉધરસ તાવ અને શ્ર્વાસને લગતાં દર્દીઓમાં ભારે ઉછાળો જોવા મળેલ છે. ખાનગી દવાખાનામાં સારવાર અર્થે આવતાં મોટાભાગના દર્દીઓ ઉપરોક્ત દર્દોની ફરિયાદ કરતાં જોવા મળે છે. આમ તો આ સંદર્ભે વાતાવરણમાં આવતો અચાનક બદલાવ અને પરિણામસ્વરૂપે રોગિષ્ઠ વાતાવરણ સર્જાયું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. જો કે હાલ ખાનગી દવાખાનામાં દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવેલ જોવા મળે છે. તો અમુક દર્દીઓ તો ઘરગથ્થુ ઉપચાર જેવા કે મીઠાં પાણીનાં કોગળા, હળદરવાળુ દૂધ કે કાળીજીરી, સુદર્શન ચૂર્ણ કે પછી સૂંઠ પાવડરનું ગોળમાં મિશ્રણ કરીને તેની ગોળી બનાવી તેનું સેવન કરતાં જોવા મળે છે. તો વળી કેટલાક લોકો ગરમ પાણીનાં વરાળની નાસ લેતાં પણ જોવા મળે છે. આમ ગણો એકંદરે લોકો પોતાના સ્વાસ્થ્યની સંભાળ પહેલાં કરતાં વધુ લેતાં જોવા મળે છે. અમુક કિસ્સામાં તો દર્દીને વૈદકીય ઉકાળાનું પણ સેવન કરતાં જોવા મળેલ છે. હવે ઠંડીનું પ્રમાણ ઘટે તો લોકોને પણ આવા ઋતુરત દર્દોથી છૂટકારો મળે.
|
ReplyForward
|
