ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજરોજ ૩૦ જાન્યુઆરી શહીદ દિને સવારે ૧૧-૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવશે. જે અનુસંધાનેજિલ્લાની દરેક કચેરીના અધિકારી/કર્મચારી દ્વારા શહીદ દિન નિમિતે બે મિનિટનું મૌન પાળવામાં આવશે. સાથે જ જાહેર જનતાને પણ ૧૧:૦૦ કલાકે મૌન પાળવા અને કામકાજની અને વાહનવ્યવહારની ગતિ તેટલો સમય બંધ રાખી શહીદો પ્રત્યે ઋણ અદા કરવા અનુરોધ કરવામાં આવે છે.
દિવ્યા
