શ્રી એમ.એસ.ભરાડા, ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક,વડોદરા વિભાગ તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની સર્કલનાં પો.ઈન્સ શ્રી એ.એ.દેસાઈ તથા નસવાડી પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમ્યાન આજરોજ બોડેલી બોડેલી સર્કલનાં પો.ઈન્સ. શ્રી એ.એ.દેસાઈ | ઝુંબેશ અન્વયે નાઓ પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન નસવાડી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.દિનેશભાઈ બચુભાઈ બ.નં.૩૫૯ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે આજરોજ રાત્રીના કુપા ગામે નર્મદા નદી કાંઠે મહારાષ્ટ્ર રાજયના રમેશભાઈ હુનારીયાભાઈ વળવી રહે. સેલગદા તા.ઘડગામ જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓ એક બોટ (હોડકા) માં નર્મદા નદી મારફતે એમ.પી. મહારાષ્ટ્ર માંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી ઉતારનાર છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે આજરોજ તા.૨૯/૦૧/૨૦૨૨ ના રોજ ઉપરોક્ત હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતાં ઈંગ્લીશદારૂ તથા બોટ/નાવડી તથા પકડાયેલ આરોપીની અંગ ઝડતીમાથી મળી આવેલ મોબાઈલ સાથે કુલ કિંમત રૂપિયા- ૧,૫૭,૨૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી ધી પ્રોહી કલમ-૬૫એઈ,૯૮(૨),૮૧ મુજબનો ગુન્હો નસવાડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


