તા 28/01/2022 ના રોજ વેરાવળ ખાતે શ્રી બાલ ગોપાલ ગૌશાળા કે જે રાઈલી ગોડાઉન, કોમર્શિયલ બિલ્ડીંગ પાછળ, ખારવા વાડ વેરાવળ ખાતે બિમાર, લુલી, લગડી, ગાયો માટેનિ હોસ્પિટલ શુલ્કપણે સેવાકીય પ્રવૃતિઓ થકી છેલ્લા 16 વર્ષે થી કરે ચાલે છે.
ગિરગઢડા
ભરત ગંગદેવ.
ગૌશાળા ની ગૌ માતા રાધા એ વાછડી ને જન્મ આપેલ તેનુ નર્મદા નામકરણ નક્કી કરવામાં આવેલ
આ ઉમંગ ઉત્સાહ ના પ્રસંગ ને યાદગાર બનાવવા “નર્મદા” વાછડી ને કાજુ બદામ સુકામેવા ના ભારો ભાર વજન કરવા અને તે મનોરથ ના પ્રસાદ ને ગૌ સેવકો ને પ્રસાદી સરૂપે આપી ગૌ સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરવાનુ આયોજન કરેલ હોય.
આ આયોજન મા વેરાવળ ના સૌ ગૌ પ્રેમિઓ, તુલસીભાઈ ગોહેલ, મુકેશભાઈ ચોલેરા, અનિષ રાચ્છ, શ્રી રામ ગૌ સેવા મંડળ, સ્વસ્તિક ગૌ સેવા મંડળ, તેમજ બાલ ગોપાલ ગૌ સેવા હોસ્પિટલ ના ગૌતમભાઈ, લાલાભાઈ તેમજ સેવાભાવી બેહનો સાથે અનેક સંસ્થાઓ ના આગેવાનો હાજર રહીયા હતા..*
બાલ ગોપાલ ગૌ સેવા હોસ્પિટલ
કોમર્શિયલ બિલ્ડીંગ પાછળ
ખારવા વાડ વેરાવળ ગીર સોમનાથ
આ સંસ્થા દર મહીને 1 લાખ ઉપરાંત નો ખર્ચ દવા, ગૌ વંશ ના ઓપરેશન, તથા ઘાસ ચારા ખોળ કપાસ માટે થાય છે. આ સંસ્થા ને સ્ચછિક દાન નિ તાતિ જરૂરિયાત છે.
નગરજનો ને વિનંતી કે વેરાવળ ના કોઈ પણ વિસ્તારમાં બિમાર ગૌ વંશની ને સારવાર આપવા તથા આ સંસ્થા મા ગૌ વંશ માટે દવા, તથા ઘાસ ચારા નુ દાન આપવા ગૌતમભાઈ ના મોબાઈલ નંબર 81607 67025 પર સંપર્ક કરી શકો છો.
સેરીંગ બાઈ અનિષ રાચ્છ સોશીયલ એક્ટીવિસ્ટ વેરાવળ ગીર સોમનાથ 9898042042


