International

ન્યુઝીલેન્ડની સગર્ભા મહિલા પત્રકારે તાલિબાન પાસે માંગી મદદ

કાબુલ
વિદેશથી ન્યુઝીલેન્ડ પરત ફરતા નાગરિકોને આર્મી હોટલમાં દસ દિવસ માટે આઈસોલેટ રહેવું પડશે. આ કારણોસર તેમના દેશમાં પાછા ફરવાની રાહ જાેઈ રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે. બેલિસની કહાની વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ન અને તેમની સરકાર માટે શરમજનક છે. બેલિસ લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં રિપોર્ટિંગ કરી રહી છે. ગયા વર્ષે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની હકાલપટ્ટી બાદ તે અહીં કામ કરી રહી છે. તેણે તાલિબાનોને મહિલાઓ અને છોકરીઓ સાથેની સારવાર અંગે સવાલો પૂછીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. બેલિસે લેખમાં જણાવ્યું છે કે તે સપ્ટેમ્બરમાં કતાર આવી હતી. જ્યારે તેણીને ખબર પડી કે તે ગર્ભવતી છે. તે તેના પાર્ટનર જીમ હલબ્રોક સાથે રહેતી હતી, જે ફ્રીલાન્સ ફોટોગ્રાફર છે. કતારમાં લગ્નેત્તર સેક્સ ગેરકાયદેસર છે. જેના કારણે બેલિસને દેશ છોડવાની ફરજ પડી હતી. ત્યારથી તે નાગરિકોના પરત ફરવા માટે લોટરી-સ્ટાઈસ સિસ્ટમનો આશરો લઈ રહી છે. પરંતુ તેમને આમાં સફળતા મળી રહી નથી.ન્યુઝીલેન્ડમાં રહેતી એક સગર્ભા મહિલા પત્રકારને તેના જ દેશમાં પ્રવેશવાની પરવાનગી મળી શકી નથી. જેના કારણે તે અફઘાનિસ્તાનમાં ફસાઈ ગઈ છે. તેણે પોતાની પરત ફરવા માટે તાલિબાન પાસે મદદ માંગી છે. પત્રકારનું નામ શાર્લોટ બેલિસ છે, તેણી કહે છે કે તે કોરોના વાયરસ આઈસોલેશન નિયમોને કારણે ન્યુઝીલેન્ડમાં પ્રવેશ મેળવી શકતી નથી. ન્યુઝીલેન્ડ હેરાલ્ડમાં શનિવારે પ્રકાશિત થયેલા એક લેખમાં બેલિસે કહ્યું કે તે ક્રૂરતા છે કે તાલિબાનને તેણે મહિલાઓ સાથેના વર્તન અંગે પ્રશ્નો પૂછ્યા હતા. હવે તેમની સરકારને પણ તે જ પ્રશ્ન પૂછવો પડશે. બેલિસે આ લેખમાં જણાવ્યું હતું કે ‘જ્યારે તાલિબાન તમને આશ્રય આપે છે, એક ગર્ભવતી અને અપરિણીત મહિલા ત્યારે તમે કલ્પના કરી શકો છો કે તમારી સ્થિતિ કેટલી ખરાબ હશે.’ બેલિસના કિસ્સામાં તેઓએ યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું છે કે કેમ તે શોધવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડ કોરોના વાયરસના ફેલાવાને રોકવામાં સફળ રહ્યું છે. અહીંની વસ્તી ૫૦ લાખની નજીક છે, તેમ છતાં કોરોનાથી મૃત્યુઆંક માત્ર ૫૨ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *