Maharashtra

કિશન દરેકની આઝાદી માટે મૃત્યુ પામ્યો છે ઃ કંગના રનૌત

મુંબઈ
થોડા દિવસ પહેલા કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થઇ રહ્યો હતો.તે દરમિયાન અચાનક તેની પર બે અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યું હતું.જેમાં એક જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જાે કે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.કિશન હત્યા કેસના પડઘા હવે બોલીવુડમાં સંભળાયા.બોલિવૂડમાંથી સૌ પહેલાં એક્ટ્રેસ કંગના રનૌતે કિશન ભરવાડ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી.અને કહ્યું કે ‘આવા લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા રોકે છે. કિશન દરેકની આઝાદી માટે મૃત્યુ પામ્યો છે..ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની થોડાં સમય પહેલાં જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કંગનાએ પોસ્ટ કરી કહ્યું કે ફેસબુક પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા મસ્જિદ તથા મૌલવીએ આયોજનબદ્ધ રીતે કરી છે. કારણ કે તેઓ વિચારતા હતા કે ભગવાનને આ પોસ્ટ નહીં ગમે અને તેમણે ભગવાનના નામે તેને મારી નાખ્યો. આપણે કોઈ મધ્ય યુગમાં જીવતા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડકમાં કડક પગલાં લેવા જાેઈએ. કિશન માંડ ૨૭ વર્ષનો હતો અને તેને બે મહિનાની દીકરી હતી. તેને પોસ્ટ ડિલિટ કરવાનું તથા માફી માગવાનું કહેવામાં આવ્યું હતું અને તેણે તેમ કર્યું હોવા છતાંય ચાર માણસોએ તેની ઘાતકી હત્યા કરી નાખી. તે શહીદથી સહેજ પણ ઓછો નથી. તે દરેકની સ્વતંત્રતા માટે મૃત્યુ પામ્યો છે. આવા જ લોકો દેશને અફઘાનિસ્તાન બનાવતા અટકાવી રહ્યા છે. તેની વિધવાને પેન્શન મળવું જ જાેઈએ. ઓમ શાંતિ.’

Tribute-paid-to-Kishan-Bharwad.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *