Gujarat

ફેક આઈડીથી અશ્લિલ વિડીયો મોકલતા ફરિયાદ નોંધાઈ

વલસાડ
ફેસ બુક ઉપર નકલી આઇડી બનાવી પૂજા નામની મહિલાના નામે અશ્લિલ વીડિયો મોકલી વોટસ અપ પર અન્યોને પણ આ વીડિયો મોકલવાની ધમકી આપતાં મામલો ગંભીર જણાયો હતો.બ્લેક મેલ કરવાના ઇરાદાથી જ આ કૃત્ય કરાયું હતું પરંતું વોટ્‌સ અપ પર વીડિયો કોલ ૨૮ સેકન્ડમાં જ કટ કરી પોલીસ મથકે ફરિયાદ કરી છે.જેથી અન્ય કોઇ નાગરિકો આવી બાબતમાં ફસાઇ નહિ જાય અને સતર્ક રહે તે માટે ફરિયાદ જરૂરી બની છે.વલસાડ પાલિકાના માજી પ્રમુખને ફેસબુક ઉપર કોઇ મહિલાના નામે ફેક આઇડી બનાવી અશ્લિલ વીડિયો મોકલી બદનામ કરવાની કોશિશ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.માજી પ્રમુખે બ્લેક મેલ કરવાના ઇરાદે આ વીડિયો મોકલવાનું કૃત્ય કરતા આરોપીની તપાસ કરવા વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ કરી હતી. વલસાડ પાલિકાના માજી પ્રમુખ રાજુભાઇ મરચાંને ફેસબુક ઉપર કોઇ પૂજા નામની મહિલાના નામે અશ્લિલ વીડિયો આવતાં તેઓ સતર્ક થઇ ગયા હતા.રાજૂ મરચાંને ફેસ બુક ઉપર ફેક આઇડીથી આ વીડિયો મોકલી તેમના પરિવાર અને અન્યોને પણ વીડિયો મોકલવાની ધમકીનો વીડિયો કોલ પણ આવતાં રાજૂ મરચાંએ ૨૮ સેકન્ડમાં જ આ કોલ કટ કરી દીધો હતો.જેમાં કોઇ કારસ્તાન હોવાનું અને બ્લેકમેલ કરવાના ઇરાદે આ અશ્લિલ વીડિયો ફેસ બુક પર ફેક આઇડીથી નાંખ્યો હોવાનું જણાતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ મથકે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે સમગ્ર હકીકત ફરિયાદમાં રજૂ કરી કોઇ પૂજા નામની મહિલાના નામે આ ફેક આઇડી બનાવી પોતાને બ્લેકમેલ કરવાના ઇરાદે અશ્લિલ વીડિયો મોકલ્યો હતો અને વોટ્‌સ અપ પર કોલ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી તપાસ કરી આરોપીને ઝડપી પાડવા પોલીસ અધિકારીને રજૂઆતો પણ કરી હતી.

Complaint-sending-video.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *