ભુજ
અમદાવાદ સ્થિત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીએથી મુખ્ય પરિવહન અધિકારીએ જાન્યુઆરીમાં સરકારી વિભાગો, અર્ધ સરકારી વિભાગો, ખાનગી, સામાજિક અને ધાર્મકિ સંસ્થાઓ માટે એસ.ટીના વાહનના કિલોમીટર અને સમય મુજબ ભાડાના દર નક્કી કરતો પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં વોલ્વો સીટર પ્રથમ ૧૨ કલાક સુધી પ્રતિકલાકે ૪૧૨૫ રૂપિયા, ત્યારબાદના વધુ ૬ કલાકના પ્રતિકલાકે ૩૮૭૫ રૂપિયા અને ત્યાર પછીના વધુ ૬ કલાક માટે પ્રતિકલાકે ૩૬૨૫ રૂપિયા ભાડું બતાવાયું છે. જાેકે, ઓછામાં ઓછું એક વોલ્વોએ ૯૪ હજાર ૫૦૦ રૂપિયા ભાડું રખાયું છે! સેવાના પ્રકાર મુજબ કિલોમીટર મુજબ વસુલવાના દર બતાવાયા છે, જેમાં મીની બસનો મીનીમમ કિલોમીટર અપ અને ડાઉનના ૨૪૦, પ્રતિ કિ.મી.એ ૩૩ રૂપિયા, મીનીમમ ભાડું ૭૯૨૦ રૂપિયા રખાયું છે. એક્સપ્રેસ બસના અપ અને ડાઉનના મીનીમમ કિલોમીટર ૨૪૦, પ્રતિ કિ.મી.એ ૩૯ રૂપિયા, મીનીમમ ભાડું ૯૩૬૦ રખાયું છે. ગુર્જરનગરી, નોન એ/સી સ્લીપરનું મીનીમમ કિ.મી. અપ અને ડાઉનનું ૨૪૦, પ્રતિ કિ.મી.એ ૪૧ રૂપિયા અને મીનીમમ ભાડું ૯૮૪૦ રૂપિયા રખાયું છે. એ/સી સીટરનું મીનીમમ કિ.મી. અપ અને ડાઉનમાં ૪૦૦, પ્રતિ કિ.મી.એ ૬૯ રૂપિયા, મીનીમમ ભાડું ૨૭૬૦૦ રૂપિયા રખાયું છે. વોલ્વો સીટરમાં અપ અને ડાઉન મીનીમમ કિ.મી. ૫૦૦, પ્રતિ કિ.મી.એ ૯૪ રૂપિયા, મીનીમમ ભાડું ૪૭૦૦૦ રૂપિયા રખાયું છે. એવી જ રીતે સમયગાળા મુજબ ૧૨ કલાક, ૧૮ કલાક અને ૨૪ કલાક ભાડે રાખનારાના અલગ અલગ દર બતાવાયા છે, જેમાં વોલ્વો સીટરનું ૨૪ કલાકનું મીનીમમ ભાડું ૯૪૫૦૦ રૂપિયા બતાવાયું છે. મીની બસનું સમયગાળા મુજબ પ્રથમ ૧૨ કલાક માટે પ્રતિકલાકે ૭૫૦ રૂપિયા, ૧૮ કલાક માટે પ્રથમ ૧૨ કલાક પછીના ૬ કલાક માટે પ્રતિકલાકે ૬૨૫ રૂપિયા, ૨૪ કલાક માટે પ્રથમ ૧૮ કલાક પછીના ૬ કલાક માટે પ્રતિકલાકે ૫૦૦ રૂપિયા ભાડું રખાયું છે. જાેકે, મીનીમમ ભાડું ૧૫ હજાર ૭૫૦ રૂપિયા રહેશે.


