Delhi

નાણામંત્રીના ‘યુપી ટાઈપ’ નિવેદનને લઈને ભારે વિરોધ

નવીદિલ્હી
નાણામંત્રીના નિવેદન બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટિ્‌વટ કરીને તેમના પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકાએ સીતારમણના નિવેદનને યુપીના લોકોનું અપમાન ગણાવ્યું. તેમણે કહ્યું કે યુપીના લોકોને ‘યુપી ટાઇપ’ હોવાનો ગર્વ છે. અમને યુપીની ભાષા, બોલી, સંસ્કૃતિ અને ઈતિહાસ પર ગર્વ છે. તમે યુપી માટે બજેટ બેગમાં કંઈ નથી નાખ્યું, તે ઠીક છે. પરંતુ યુપીના લોકોનું આ રીતે અપમાન કરવાની શું જરૂર હતી? પ્રિયંકા ગાંધીના ટ્‌વીટ બાદ યુપી કોંગ્રેસના ટિ્‌વટર હેન્ડલ પરથી પણ નાણામંત્રી પર નિશાન સાધવામાં આવ્યું હતું. ટ્‌વીટમાં લખવામાં આવ્યું છે કે અમે યુપીના લોકોને “યુપી ટાઈપ” હોવા પર ગર્વ છે. કોંગ્રેસે આ માટે ઈંેંઁ_સ્ીટ્ઠિ_છહ્વરૈદ્બટ્ઠટ્ઠહ હેશટેગ પણ શરૂ કર્યો છે. યુપી કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે ર્નિમલા સીતારમણે પોતાના શરમજનક નિવેદનથી માત્ર યુપીના બૌદ્ધિક ઈતિહાસ અને ચેતનાનું જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના લોકોનું અપમાન કર્યું છે. યુપીના લોકો આ અપમાનનો બદલો ચોક્કસ લેશે. બજેટ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારનું બજેટ ઝીરો જેવું છે. નોકરીયાત વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ અને દલિત, યુવાનો, ખેડૂતો અને સ્જીસ્ઈ ક્ષેત્ર માટે આમાં કંઈ નથી. જ્યારે નાણામંત્રી ર્નિમલા સીતારમણને રાહુલના નિવેદન પર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીને જવાબ આપવા કહ્યું. તેના પર ચૌધરીએ કહ્યું કે રાહુલ ગાંધીને બજેટ સમજાયું નથી. બજેટમાં તમામ ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી છે. મંત્રી પંકજ ચૌધરીના મુદ્દાને આગળ ધપાવતા નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું, ‘ચૌધરીએ સામાન્ય યુપી પ્રકારનો જવાબ આપ્યો છે. મને લાગે છે કે યુપીમાંથી ભાગી ગયેલા સાંસદ (રાહુલ ગાંધી) માટે આ પૂરતું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે રાહુલે જે શ્રેણીનો ઉલ્લેખ કર્યો છે. મેં બજેટમાં તેમના વિશે કંઈક કહ્યું છે. નાણામંત્રી સીતારમણે વધુમાં કહ્યું કે મને તે પક્ષ પર દયા આવે છે. જેમની પાસે એવો નેતા છે જે ફક્ત ટિપ્પણી કેવી રીતે કરવી તે જાણે છે. સીતારમણે કહ્યું કે હું ટીકાનો સામનો કરવા તૈયાર છું, પરંતુ તે લોકો તરફથી નહીં જેઓ સમજ્યા વિના અથવા હોમવર્ક કર્યા વિના આવે છે. તેમણે કહ્યું હતું કે રાહુલે પહેલા મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં જ્યાં કોંગ્રેસ સત્તામાં છે ત્યાં રોજગારની સ્થિતિ વિશે વાત કરવી જાેઈએ. મહારાષ્ટ્રમાં આજે પણ કપાસ ઉગાડતા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

Priyanka-Gandhi.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *