નવીદિલ્હી
મોદી સરકાર દ્વારા રજૂ થયેલું બજેટ ભારતને આર્ત્મનિભર બનાવવાની સાથોસાથ સ્વતંત્રતાના ૧૦૦માં વર્ષમાં નવા ભારતનો પાયો નાખશે. ગૃહપ્રધાને કહ્યું હતું કે બજેટનો આકાર વધારીને ૩૯.૪૫ લાખ કરોડ કરવો, કોરોનાકાળમાં પણ ભારતની ઝડપથી વધતી અર્થવ્યવસ્થાને દર્શાવે છે. મહેસૂલી ખાધનું લક્ષ્ય ૬.૯ ટકાથી ઘટાડી ૬.૪ ટકા કરવી મોટી સિદ્ધિ છે. મને વિશ્વાસ છે કે ભારત મહેસૂલી ખાધને ૪ ટકાની નીચે લાવવામાં સફળ રહેશે. શાહે સાથે જ કહ્યું હતું કે આજે વડાપ્રધાન મોદીએ સહકારિતા ક્ષેત્રમાં વૈકલ્પિક ન્યૂનતમ કર રેટને ૧૮.૫ ટકાથી ૧૫ ટકા અને સરચાર્જને ૧૨ ટકાથી ઘટાડીને ૭ ટકા કરવાનો ર્નિણય, દાયકાઓથી સહકારિતા ક્ષેત્ર સાથે થઇ રહેલા અન્યાયને સમાપ્ત કરીને તેને બાકીના ક્ષેત્રો સાથે લાવી મૂકવાનું કામ કર્યુ છે. તે મોદીજીના સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાબિત કરવાનું કામ કરશે. ઝીરો બજેટ, કુદરતી ખેતી, રિવર લિન્કિંગ, એક સ્ટેશન-એક પ્રોડક્ટ અને કિસાન ડ્રોન જેવા વિવિધ પ્રયાસ ખેડૂતોને ફાયદો આપવાની સાથે જ કૃષિ ક્ષેત્રને આધુનિક અને આર્ત્મનિભર બનાવવાના વડાપ્રધાન મોદીના સંકલ્પને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ગૃહપ્રધાને સાથે જ મૂડીગત રોકાણને ૩૫ ટકા વધારીને ૭.૫ લાખ કરોડ કરવા માટે વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે બજેટને આવકાર આપતા કહ્યું હતું કે કેન્દ્રીય બજેટ મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપશે, માગમાં વધારો કરશે અને મજબૂત, સમૃદ્ધ અને ભરોસાથી ભરેલા ભારતનું નિર્માણ કરશે. નાણાપ્રધાન ર્નિમલા સીતારામનને અભિનંદન પાઠવતા, રાજનાથસિંહે ટિ્વટ કરીને કહ્યું હતું કે, આ એવું બજેટ છે જે મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપશે. આ બજેટ સરકારના આર્ત્મનિભરતા પરના ધ્યાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનતા તરફી સુધારાઓ અને વિકાસના વિઝનને રેખાંકિત કરે છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરવા બદલ નાણાપ્રધાન ર્નિમલા સીતારામન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ટિ્વટર પર પોસ્ટ કરીને માંડવિયાએ લખ્યું હતું કે, આર્ત્મનિભર ભારતનું બજેટ દેશમાં માનસિક આરોગ્યને મજબૂત કરવા, રિસર્ચને વધારવા, સામાન્ય જનતા સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓને પહોંચાડવામાં માઇલ સ્ટોન સાબિત થશે. તે બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને નાણાપ્રધાન ર્નિમલા સીતારામનને હાર્દિક અભિનંદન આપું છું.
