Punjab

પૂર્વ મંત્રી જગમોહન પુત્રો સાથે આમ આદમીમાં જાેડાયા

પંજાબ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ પ્રધાન જગમોહનસિંહ કાંગ મંગળવારે બંને પુત્રો સાથે આપમાં સામેલ થઈ ગયા છે. આપ નેતા અને પંજાબ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ટિ્‌વટ કરીને જાણકારી આપતાં જણાવ્યું હતું કે,’પંજાબ કોંગ્રેસથી નિરાશ થયેલા અને ત્રણ વાર કેબિનેટ પ્રધાનપદ સંભાળી ચૂકેલા જગમોહનસિંહ કાંગ પોતાના બે પુત્રો અને યુવા કોંગ્રેસના નેતાઓ સાથે આપમાં સામેલ થયા છે. ઉત્તરપ્રદેશની કરહલ બેઠક પર નવા જ સમીકરણો બન્યા છે. આ બેઠક પર હવે કેન્દ્રીય મંત્રી સત્યપાલસિંહ બઘેલ અને સપાના વડા અખિલેશ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામશે. ભાજપ કરહલ બેઠક પર અખિલેશને સરળતાથી જીતવા દેવાનો ઇરાદો ધરાવતી નથી. ભાજપે દલિત નેતા અને કેન્દ્રીય રાજ્યકક્ષાના કાયદા અને ન્યાયપ્રધાન સત્યપાલસિંહ બઘેલને કરહલ બેઠક માટે ટિકિટ ફાળવી છે. મેનપુરી બેઠક પર યાદવ પરિવાર અને દલિત ઉમેદવાર વચ્ચે હવે ચૂંટણી જંગ જામશે. પંજાબની લુધિયાણા બેઠક માટે કલહ વધી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમરજિતસિંહ ટિક્કાએ પણ પક્ષ પર ગંભીર આક્ષેપ કરીને પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું કે સાઉથ લુધિયાણાથી ટિકિટ માંગી હતી. પરંતુ ટિકિટના બદલામાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં પ્રચાર કરી શકે તે માટે હેલિકોપ્ટર ભાડાની માગણી કરવામાં આવી હતી. તેઓ ભાડું આપવાની સ્થિતિમાં નથી. તેમણે આક્ષેપ કર્યા હતા કે પક્ષ ઉત્તરપ્રદેશ પ્રચાર પાછળ નાણાં ખર્ચ કરી શકે તે માટે ૨૦-૨૦ કરોડની માગણી થઈ રહી છે.

Jagmohan-Kang-and-Sons.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *