Maharashtra

રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા કોરોના સંક્રમિત થઈ

મુંબઈ
ઐશ્વર્યા રજનીકાંતે સોશિયલ મીડિયા દ્વારા પોતે કોરોના વાયરસથી સંક્રમિત હોવાની માહિતી આપી છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જાેડાયેલી રહે છે. ઐશ્વર્યા રજનીકાંતે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક સેલ્ફી શેર કરી છે. આ તસવીરમાં તે પોતાના મોં પર હાથ રાખેલી જાેવા મળી રહી છે. તસ્વીરમાં ઐશ્વર્યાના હાથ પર સોય લાગેલી જાેવા મળી રહી છે તેણે પોતે કોરોના વાયરસથી સંક્રમિત હોવાની વાત કરી છે. ઐશ્વર્યા રજનીકાંતે તસવીર સાથે પોસ્ટમાં લખ્યું, ‘તમામ સાવચેતી પછી પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.દાખલ છું. કૃપા કરીને માસ્ક પહેરો, રસી લો અને સુરક્ષિત રહો. ઐશ્વર્યા રજનીકાંતની તસવીર અને પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીના ચાહકો અને તમામ સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે અને તેણીના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ઐશ્વર્યા રજનીકાંત પતિ ધનુષથી અલગ થઈ ગઈ છે. જાેકે, આ ર્નિણય દંપતીએ પરસ્પર સંમતિથી લીધો છે. ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતના લગ્નને ૧૮ વર્ષ થયા હતા. અલગ થવાની જાહેરાત ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે સોશિયલ મીડિયા દ્વારા કરી હતી. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઐશ્વર્યાથી અલગ થવાની માહિતી આપતા ધનુષે લખ્યું, ‘અમે ૧૮ વર્ષથી સાથે હતા, જેમાં અમે મિત્રો, માતા-પિતા, કપલ અને એકબીજાના સાથી તરીકે સાથે રહ્યા હતા. આ સફરમાં અમે એકબીજાને સમજીને આગળ વધ્યા અને ઘણું જાેયું. આજે અમારા રસ્તા અલગ થઈ રહ્યા છે. હું અને ઐશ્વર્યા એક કપલ તરીકે હવે અલગ થઈ રહ્યા છીએ અને વસ્તુઓને અલગથી સારી રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કૃપા કરીને અમારા ર્નિણયનો આદર કરો અને અમને ગોપનીયતા આપો. ઐશ્વર્યા રજનીકાંતે પણ તેના અને ધનુષના અલગ થવા અંગે ફેન્સને જાણકારી આપી હતી. ઐશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું, ‘કોઈ કેપ્શનની જરૂર નથી. અમારે ફક્ત તમારા પ્રેમ અને સમર્થનની જરૂર છે. તેના પ્રશંસકોએ કોમેન્ટ બોક્સમાં તેના અલગ થવાના સમાચાર પર શોક વ્યક્ત કર્યો હતો. એક યુઝરે કોમેન્ટ કરતાં તેણે લખ્યું, ‘શોકિંગ’, તેની સાથે તેણે હાર્ટ બ્રેકિંગ ઈમોજી મૂક્યું. અન્ય એક યુઝરે લખ્યું, ‘હું આ સમાચાર પર વિશ્વાસ નથી કરી શકતો. અન્ય એક યુઝરે લખ્યું, ‘મિસ્ટર ડીના જીવનમાં આવું થવાની આશા નહોતી.’

Dhanush-Ashwaria.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *