Gujarat

કડીની શિક્ષિકાએ ઘેનની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો

મહેસાણા
કડી તાલુકાના ચંદનપુરા ગામની યુવતી મેડા આદરજ પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૧૧થી શિક્ષિકા તરીકે નોકરી કરે છે. શિક્ષિકાએ ઘાટલોડિયા સ્થિત નિવાસ સ્થાને ૪ પેજની સુસાઈડ નોટ લખી ઘેનની ગોળીઓ ખાઈ લેતાં અમદાવાદની સત્તાધાર ચોકડી સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. જ્યાં ૭૨ કલાક ક્રિટિકલ હોવાનું ફોઈના દીકરા પ્રફુલભાઈ ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું. સુસાઈડ નોટમાં શિક્ષિકાએ કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પુષ્પાબેન ભીલ અને મેડા આદરજ પ્રાથમિક શાળાના ૨ શિક્ષક અને ૯ શિક્ષિકા મળી ૧૧ શિક્ષકો સામે માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરાયો છે. ગોઝારિયાનાં વતની અને શિક્ષિકાના ફોઈના દીકરા પ્રફુલભાઈ પટેલે કહ્યું હતું કે, ઘાટલોડિયા પોલીસને જાણ કરતાં તેઓ ભાનમાં આવે પછી જાણ કરવા કહ્યું છે. શિક્ષિકાએ આત્મહત્યાના પ્રયાસ પહેલાં પોતાના ભાઇને ફોન કરીને જણાવ્યું હતુ કે, ‘હું એટલી કંટાળી છું કે હું સુસાઇડ કરી લેવાની છુ. કડી તાલુકામાં મારુ નામ ખરાબ કરી નાખ્યું છે. ૨૨ દિવસથી હું ખાતી નથી, મને ઊંઘ નથી આવતી. હું સુસાઇડ કરી લેવાની છું ભણીયાને સાચવજે હું હવે નહીં રહું. ભાઈ હું કંટાળી છુ, મને હેરાન હેરાન કરી મૂકી છે. ભાઈ તમે જાણતા નથી મારી સાથે શુ શુ થઈ રહ્યું છે. મારા છોકરાને તમે સાચવજાે હું નહીં રહેવાની. પુષ્પા મને હેરાન કરે છે. કડી તાલુકામાં કેટલી મહેનતથી કામ કરીને મારુ નામ બનાવ્યું હતું ભાઈ. મેડા આદરજમાં હું પગ નહીં મૂકી શકતી. પુષ્પાબેન અને પેલો જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ કે શું કામ આની હેલ્પ કરો છો? અમારો પ્રાથમિક જિલ્લા શિક્ષક સંઘનો માણસ છે અશ્વિન પટેલ. એને પ્રમુખ એટલે બનાવ્યો કે અમારી મદદે આવીને ઉભો રહે. પણ સાલાએ નેગેટિવ ભૂમિકા ભજવી અશ્વિન પટેલે. પટલનો દીકરો છે તો એટલી બુદ્ધિ ન પહોંચી કે પટેલની દીકરીને હેરાન કરી રહ્યો છે. એણે અને પુષ્પાએ મને અતિશય ટોર્ચર કરી છે. મારી રજાઓ વિશે પૂછ પૂછ કરે આ રજામાં ક્યાં ગઈ હતી? કોની જાેડે ગઈ હતી. આટલી વાત પોતાના ભાઇ સાથે કરીને શિક્ષિકાએ ઘેનની ગોળીઓ ખાઇને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. આ વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. હાલમાં શિક્ષિકાને અમદાવાદની સતાધાર ચોકડી સ્થિતિ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Eaten-sleeping-pills.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *