International

યુટ્યુબરે ચાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી

અમેરિકા
અત્યાર સુધી અજાણ્યા છેતરપિંડી કરનારાઓ આ પ્રકારનું કૌભાંડ કરતા હતા, હવે પ્રખ્યાત યુટ્યુબર ૈંષ્ઠી ર્ઁજીૈર્ઙ્ઘહ આવું કર્યું છે. તે તેના ચાહકોને સમજાવીને ઇં૫૦૦,૦૦૦ ની ચોરી કરવામાં સફળ રહ્યો. રિપોર્ટ અનુસાર, તેણે તેના ચાહકોને ઝ્રટર્ઝ્રૈહમાં રોકાણ કરવા કહ્યું. આ ક્રિપ્ટોકરન્સી ફક્ત પમ્પ કરવા અને પછી ડમ્પ કરવા માટે બનાવવામાં આવી હતી. જ્યારે ર્રૂે્‌ેહ્વીિ ૈંષ્ઠી ર્ઁજીૈર્ઙ્ઘહ એ તેના ચાહકોને આને લાંબા ગાળાનું રોકાણ જણાવ્યું હતું. આ સ્કેમર યુટ્યુબરનું સાચું નામ પોલ ડેનિનો હોવાનું કહેવાય છે. તેણે આ કૌભાંડ દ્વારા ઇં૫૦૦,૦૦૦ ની છેતરપિંડી કરી હતી, પરંતુ તેણે ૨૦૦,૦૦૦ ડોલરનો ઉપયોગ એ ડેવલપર્સને આપવા માટે કર્યો કે જેમણે તેને આ કૌભાંડ કરવામાં મદદ કરી હતી. તેના પર એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે તેણે બાકીના પૈસાથી પોતાની નવી ટેસ્લા કાર ખરીદી લીધી. તેણે યુટ્યુબ પર કારની ખરીદીનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કર્યું હતું. જ્યારે અન્ય યુટ્યુબરે આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે તેણે સ્વીકાર્યું કે તેણે તેના ચાહકોને સાથે ક્રિપ્ટોકરન્સી સ્કેમ કર્યું હતું. તેણે આ સ્કેમ માટે તેના ચાહકોને જ જવાબદાર ઠેરવ્યા. તેણે કહ્યું કે તેના અતિશય લાગણીશીલ ચાહકો આ માટે જવાબદાર છે. તેણે એમ પણ કહ્યું કે તે મોટાભાગની રકમ પોતાની પાસે જ રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *