ઈઝરાયેલ
ઈઝરાયેલ એક વર્ષમાં લેસર આધારિત મિસાઈલ ઈન્ટરસેપ્શન સિસ્ટમ તૈયાર કરશે. લેસર દિવાલ ઈઝરાયેલને મિસાઈલ, રોકેટ, ડ્રોન સહિત અન્ય ઘણા જાેખમોથી બચાવશે. આ લેસર સિસ્ટમ બનાવનારી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમે ૨૦૨૪ સુધીમાં મિસાઈલને સરહદે તૈનાત કરવાની યોજના બનાવી હતી, પરંતુ ઈઝરાયેલની સેનાએ તે પહેલા મિસાઈલની તૈનાતીનો આગ્રહ રાખ્યો હતો. આ સિસ્ટમનું પહેલા પરીક્ષણ કરવામાં આવશે. પરિક્ષણ સફળ થયા પછી તેને કાર્યરત કરવામાં આવશે. સૌથી પહેલા ઇઝરાયેલના દક્ષિણ વિસ્તારના પ્રદેશમાં અને પછી અન્યત્ર કાર્યરત કરવામાં આવશે. તેમણે કહ્યું કે લેઝર આધારિત મિસાઈલ ઈન્ટરસેપ્શન સિસ્ટમ લગાવ્યા પછી સમીકરણો ઘણા બદલાઈ જશે. અમારા વિરોધીઓને જંગી રોકાણની જરૂર પડશે જ્યારે અમારું કામ તેનાથી ઓછામાં થઈ જશે. હાલમાં ઉપયોગમાં લેવાતી મિસાઇલ સંરક્ષણ પ્રણાલીનો આયર્ન ડોમ ખાતેના પ્રત્યેક ઇન્ટરસેપ્ટર માટે આશરે રૂ. ૪૦ લાખનો ખર્ચ થાય છે અને અમારા તરફ આવનારા દરેક રોકેટને સામાન્ય રીતે એક કરતાં વધુ ઇન્ટરસેપ્ટરની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, જાે કેટલાક હજાર રૂપિયા ખર્ચીને ઇલેક્ટ્રીક પલ્સ વડે મિસાઇલ અથવા રોકેટને તોડી પાડવું શક્ય હોય તો તે સારી વાત છે. બેનેટે ઇઝરાયેલના સહયોગીઓને લેસર-આધારિત મિસાઇલ ઇન્ટરસેપ્શન સિસ્ટમ આપવાનો ઇનકાર કર્યો નથી. તેમણે કહ્યું છે કે આ લેસર સિસ્ટમ અમારા મિત્રોને મદદ કરી શકે છે, જેઓ ઈરાન અને તેના ગેરીલાઓ તરફથી ગંભીર ખતરો સર્જવા માટે સંવેદનશીલ છે. તેણે ઈરાન પર પ્રહાર કરતા કહ્યું કે આ મિસાઈલ બેરુત અને ગાઝાથી પણ ઈરાન ઉપર છોડવામાં આવી શકે છે. ઈરાન જેટલું નબળું હશે, તેના લડવૈયાઓ તેનાથી પણ વધુ નબળા હશે. તેમણે વધુમાં કહ્યું કે એવી આશા છે કે ઈરાન અને વૈશ્વિક મહાસત્તાઓ વચ્ચે વિયેનામાં ચાલી રહેલી પરમાણુ મંત્રણા કોઈપણ સમજૂતી વિના જ સમાપ્ત થઈ જશે.
