Gujarat

જેતપુરમાં કોંગી અગ્રણી મહિલા શારદા વેગડા ઉર્ફે કાળી  સહિત 12 વ્યાજખોરોના ત્રાસથી પટેલ પ્રૌઢનો આપઘાત

પેટા
સ્યુસાઇડ નોટમાં 12 ના નામ : પોલીસે બારેય સામે ગુનો નોંધ્યો : ગમે ત્યારે ધરપકડ
જેતપુર નવાગઢ નગર પાલિકાના સદસ્ય અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શારદા વેગડા સહિતના 12 વ્યાજખોરોના ત્રાસથી જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામના એક પટેલ પ્રૌઢે આપઘાત કરી લેતા તેમને મરવા મજબૂર કરવા સબબ શારદા વેગડા ઉર્ફે કાળી સહિત 12 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા જેતપુર  શહેર તેમજ તાલુકા પંથકમાં ચકચાર જાગી છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામના ગોપાલભાઈ બુટાણી એ તારીખ 1 ના રોજ જેતપુરમાં, અભિનંદન કારખાના પાસે બાવળની ઝાડીમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ઘટનામાં વ્યાજખોરોનો ત્રાસ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.
 યુવાને જેતપુરના ભોજાધાર વિસ્તારમાં આવેલા અભીનંદન કારખાના પાસે ઝેરી દવા પી આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.મૃતક ગોપાલભાઇ ઘુસાભાઇ બુટાણીના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી પાલિકાની સદસ્ય શારદા ઉર્ફે કાળી વેગડા, ખીરસરા ગામના જયરાજભાઇ વાંકા,  દેવાભાઇ,ખજુરી ગુંદાળા ગામના નાથ સભાડ, મનુ સુખા, કિશોર લુખડ, હીરા પરબત, પ્રવિણ અને નારણ નામના 12 શખ્સો પાસેથી વ્યાજે રકમ લીધા બાદ તમામને ચુકવી દીધા હોવા છતાં ધાક ધમકી દઇ ત્રાસ દેતા હોવાથી અને બળજબરીથી ખેતીની જમીન લખાવી લેવા અને ટ્રેકટર પડાવી લેવા પ્રયાસ થતા હોવાથી કંટાળીને આપઘાત કર્યાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું છે.
જેતપુર સિટી પોલીસ મથકના પી.આઇ. જે.બી.કરમુર સહિતના સ્ટાફે મૃતક ગોપાલભાઇ બુટાણીના પુત્ર રોનક બુટાણીની ફરિયાદ પરથી શારદા ઉર્ફે કારી વેગડા સહિત 12 સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.મૃતક ગોપાલભાઇ બુટાણીએ ધંધામાં પૈસાની જરૂર પડતા કોંગ્રેસ મહિલા અગ્રણી શારદા ઉર્ફે કારી વેગડા પાસેથી એક લાખ લીધા હતા તે રકમ તેણીને ચુકવી દીધી હતી. મુન્નો અને રાજુભાઇ પાસેથી બે લાખ લીધા હતા તે આપી દીધા હોવા છતા અડતાલીસ લાખની માગણી કરી જમીન લખી આપવા ધમકી દેતા હતા. જયરાજ વાંક પાસેથી 3 લાખ લીધા હતા. તે પેટે જયરાજ વાંકના સાળાને બે લાખ આપી દીધા હતા તેમ છતાં ગાડીની બુક ન આપી વધુ ચાર લાખની માગણી કરી હતી આરોપીઓ આશરે એકાદ વર્ષથી ત્રાસ આપીને રોનાકના પિતાને મરવા મજબૂર કરવા સબબ IPC કલમ ૩૦૬, ૫૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી તમામની ધરપકડની વિધિ હાથ ધરી છે.
મનુભાઇ પાસેથી લીધેલી રકમ આપી દીધી હોવા છતાં તેનો ભાઇ કિશોરે ટ્રેકટર પડાવી લીધું હતું. હિતેશ પરબત પાસેથી લીધેલી રકમ પરત કરી દીધી હતી તેમ છતાં જમીનનું સાટાખત રદ ન કરી રસ્તામાં ઉભા રાખી ધમકી દીધા અંગેની રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને અરજી આપી હતી. આ અરજીની તપાસ જેતપુર તાલુકા પોલીસ મથકને સોપવામાં આવી હતી. જેતપુર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ફોન કરી સમાધાન કરી લેવા ધમકાવતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
પોલીસની સંડોવણી બહાર આવશે તો કાર્યવાહી કરાશે: એસ.પી.મીણા
જેતપુરના પટેલ કારખાનેદાર ગોપાલભાઇ બુટાણીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાને લેખિત ફરિયાદ આપી હતી. આ અરજીની તપાસ જેતપુર તાલુકા પોલીસને સોપવામાં આવી હતી. જેતપુર તાલુકા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગોપાલભાઇ બુટાણીને ફોન કરી સમાધાન કરી લેવા અંગે ફરજ પાડતા હોવાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવતા પોલીસ સ્ટાફ હરકતમાં આવી ગયો છે. આ કેસમાં પોલીસની સંડોવણી બહાર આવશે તો તેઓ સામે કડક કાર્યવાહી કરવાના એસ.પી.બલરામ મીણાએ નિર્દેશ આપ્યો છે
હરેશ ભાલીયા જેતપુર
(01) કોંગી અગ્રણી મહિલા શારદા વેગડા ઉર્ફે કાળી પેલો ફોટો
મૃતક ગોપાલભાઇ ઘુસાભાઇ બુટાણી (02)  બિજો ફોટો છે

IMG-20220203-WA0043__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *