Gujarat

રાણપુર તાલુકા સરપંચ યુનિયનના પ્રમુખ અને ઉપ.પ્રમુખની વરણી કરવામાં આવી..

પ્રમુખ તરીકે દેવળીયા ગામના સરપંચ પરેશભાઈ સલૈયા,ઉપ.પ્રમુખ તરીકે અળવ ગામના સરપંચ સુરેશભાઈ ખાચરની વરણી કરાઈ.
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના સરપંચ યુનિયનની વરણી કરવામાં આવી.રાણપુર શહેરમાં સનસાઈન સ્કુલ ખાતે રાણપુર તાલુકાના સરપંચની બેઠક યોજાઈ હતી જેમાં રાણપુર તાલુકાના કુલ 22 સરપંચ હાજર રહ્યા હતા અને રાણપુર તાલુકા સરપંચ યુનિયનના પ્રમુખ તરીકે દેવળીયા ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ નરસિંહભાઈ સલૈયા અને ઉપ.પ્રમુખ તરીકે અળવ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ લખુભાઈ ખાચર ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.આ સમયે રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી તથા રાણપુર તાલુકા ના આગેવાન નરેન્દ્રભાઈ દવે,મનિશભાઈ ખટાણા,હીરાભાઈ ખાણીયા,લધુભાઈ ઘાઘરેટીયા તથા સનસાઈન સ્કુલના સંચાલક વલ્લભભાઈ ધરજીયા સહીતના આગેવાનો હાજર રહ્યા હતા અને આગેવાનો દ્વારા અને સરપંચો દ્વારા રાણપુર તાલુકા સરપંચ યુનિયનના પ્રમુખ અને ઉપ.પ્રમુખ ને ફુલહાર પહેરાવી,સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *