Gujarat

રાજકોટ, મોરબી, જૂનાગઢ અને પોરબંદરથી એમપી અને ઝારખંડની ટ્રેનો રવાના. પરપ્રાંતીય મજુરોએ લીધો રાહતનો સુવાસ

*રાજકોટ, મોરબી, જૂનાગઢ અને પોરબંદરથી એમપી અને ઝારખંડની ટ્રેનો રવાના. પરપ્રાંતીય મજુરોએ લીધો રાહતનો સુવાસ.*

*રાજકોટ શહેર તા.૯.૫.૨૦૨૦ ના રોજ પોરબંદરથી આજે સવારે ૬ કલાકે ૧૨૦૦ શ્રમિકોને ટ્રેન મારફતે મધ્યપ્રદેશ રવાના કરવામાં આવ્યા હતા. જયારે રાજકોટમાં પણ અંદાજે ૧૨૦૦ જેટલા શ્રમિકો માટે મધ્યપ્રદેશના રતલામ સુધીની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને અધિકારીઓની હાજરીમાં આજે સવારે આ ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી હતી. સાથે મોરબીમાંથી પણ વહેલી સવારે ઝારખંડ સુધીની ટ્રેન દોડાવવામાં આવી છે. જો કે હજુ પણ ટ્રેન મારફતે શ્રમિકોને વતન મોકલવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં આજે રાજકોટથી બપોરે ૧૨ વાગ્યે ઉતરપ્રદેશના બલિયા સુધીની ટ્રેન રવાના થવાની છે. જ્યારે મોરબીથી પણ વધુ એક ટ્રેન મધ્યપ્રદેશના બલિયા જવા રવાના થશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200507-WA0391.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *