અમદાવાદ
અમદાવાદના નરોડાના માથાભારે બૂટલેગરે આરોપી પકડવા ગયેલ પોલીસને દંડા તથા હથોડા વડે જાહેરમાં બીભત્સ ગાળો આપીને માર માર્યો હતો. જાેકે પોલીસે ૨૪ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. ઉપરાંત આરોપીની ગેરકાયદે મિલકત અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હતી. જે આધારે કોર્પોરેશન અને પોલીસે સાથે રહીને આજે સવારથી બૂટલેગરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.જેસીબી દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.કોઈ સંઘર્ષ ના થાય તે માટે પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ૨૬મીએ નરોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ અનીલ સોલંકી તથા તેનો ભાઇ સંજય સોલંકીને પકડવા નરોડા પોલીસના સર્વેલન્સ સ્કોર્ડના માણસો સાથે નરોડા મુઠીયા ગામ અરવિંદભાઈની ચાલી ખાતે ગયા હતા. જ્યાં આરોપી અનીલ મળી આવતાં તેને પકડેલો જેથી તેણે બૂમાબૂમ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી તેના ભાઇઓ પિતા તથા ચાલીના ૧૦થી ૧૨ જેટલા માણસો ભેગા કરી ફરીયાદી તથા અન્ય પોલીસના માણસો ઉપર જાન લેવા હુમલો કરી તમામને શરીરે ગડદાપાટુનો માર માર્યો હતો. આરોપી સંજય સોલંકીનાએ લોખંડના હથોડાથી ફરીયાદીને શરીરે તથા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ કરી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ ઇજાઓ પહોંચાડી ગુન્હો કરી તમામ આરોપીઓ નાસી ગયા હતા. જેના અમદાવાદ શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને બનાવ બાબતે સમાચાર માધ્યમમાં તેમજ મોબાઇલમાં પોલીસને દોડાવી દોડાવી માર મારતા આરોપીઓનો વીડિયો વાયરલ થયાં હતાં.
