રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા ૫ વર્ષથી શહેરની અલગ અલગ વોર્ડ ઓફિસ તેમજ અન્ય મિલકતોમાં જે સોલાર પાવર પ્લાન્ટ નાખવામાં આવ્યા છે તેની કુલ ક્ષમતા હાલ ૧૧૬૨ કિલોવોટ છે જેના થકી વર્ષે ૧૬.૭૪ લાખ યુનિટ જેટલા માતબર પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થઈ રહી છે. આ કારણે મનપાને વીજબિલમાં ૧.૪૨ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આટલી વીજળી રીન્યુએબલ સોર્સથી આવતા ૧૩૯૦ ટન જેટલા ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડી શકાયું છે તેવો પણ દાવો રોશની કમિટીના ચેરમેન જયાબેન ડાંગરે કર્યો છે. ગત વર્ષ સુધીમાં મનપા પાસે ૯૦૭ કિલોવોટ ક્ષમતાના પ્લાન્ટ હતા જેમાં ચાલુ વર્ષે ૧.૪ કરોડના ખર્ચે નવા પ્લાન્ટ નાખી ક્ષમતામાં વધારો કરાયો હતો. હાલમાં નવા ૧ કરોડના પાવર પ્લાન્ટ નાખવા માટે ટેન્ડરની કાર્યવાહી હાથ ધરાઈ છે જ્યારે નવા વર્ષના બજેટમાં વધુ ૨૦૦ કિલોવોટની ક્ષમતા વધારવા માટે જાેગવાઈ કરાઈ છે. મનપાની ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન ઓફિસ, પેડક રોડ સ્વિમિંગ પૂલ, રેસકોર્સ સ્વિમિંગ પૂલ, કાલાવડ રોડ સ્વિમિંગ પૂલ, નાના મવા રોડ મલ્ટિ એક્ટિવીટી સેન્ટર, સરોજીની નાયડુ સ્કૂલ, આજી ફિલ્ટર પ્લાન્ટ, પ્રભાદેવી જે. નારાયણ લાઈબ્રેરી, દત્તોપંત ઠેંગડી લાઈબ્રેરી, શ્રોફ રોડ, આંબેડકરભવન, જિલ્લા ગાર્ડન લાઈબ્રેરી, મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલય, વીર સાવરકર વિદ્યાલય, દેવપરા, પી. એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ, સ્માર્ટ ઘર ૩ આવાસ યોજનાના ૧૧ ટાવર, મેયર બંગલો, પેરેડાઈઝ હોલ સામેની નવી લાઈબ્રેરી, આનંદનગર, કોમ્યુનિટી હોલ, રૈયાધાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ચારેય ફાયરબ્રિગેડ સ્ટેશન, કોમ્યુનિટી હોલ, પ્રદ્યુમન પાર્ક મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, ક્લાયમેટ ચેન્જના પડકાર સામે લડવા મનપા પણ પગલા લઈ રહી છે. ચાલુ વર્ષે વૃક્ષારોપણનું નક્કર પરિણામ મળે તે માટે સામાજિક સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના માધ્યમથી ગો ગ્રીન હેઠળ વૃક્ષારોપણ કરાઈ રહ્યું છે અને વૃક્ષોની ઉછેરવાની જવાબદારી પણ તેને સોંપાઈ છે. શહેરની તમામ સ્ટ્રિટલાઈટ એલઇડી લાઈટમાં પરિવર્તિત કરાઈ છે જેથી વીજળીનો વપરાશ ઘટ્યો છે.
